દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાના સમાચારથી ફરી લોકોમાં ભયણો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડોદરામાં ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત થતાં ખળભળાટ મચી ગયો છે. હાલ મહિલાને SSG હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી અને સારવાર હેઠળ રાખવામાં આવી છે.
રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે H3N1 વાયરસ ભૂતકાળમાં અનેક લોકોના ભોગ લઈ ચૂક્યો છે. લાંબા સમય બાદ ઇન્ફ્લ્યુએન્ઝાનો કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરામાં વાઘોડિયા રોડની 25 વર્ષીય ગર્ભવતી પરિણીતા H3N1થી સંક્રમિત થતાં લોકો ફરી ચિંતામાં મુકાયા છે.
આ લક્ષણો જોવા મળી રહ્યા છે
ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત થતાં તેમની SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ગર્ભવતી મહિલા દર્દીમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સ્વાઈન ફ્લૂ જેવા જ હોય છે. આ ફ્લૂના લક્ષણો સામાન્ય તાવ જેવા જ હોય છે. આ ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટ લોકો માટે ફરી ઘાતક સાબિત થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત થતાં તેમની SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ગર્ભવતી મહિલા દર્દીમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સ્વાઈન ફ્લૂ જેવા જ હોય છે. આ ફ્લૂના લક્ષણો સામાન્ય તાવ જેવા જ હોય છે. આ ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટ લોકો માટે ફરી ઘાતક સાબિત થઈ શકે છે.
જાણો શું કહે છે ડોકટર
સયાજી હોસ્પિટલ ના સિનિયર તબીબી અધિકારી ડો. ઓસમાન બેલીમે આ મામલે નિવેદન આપતા કહ્યું કે, 25 વર્ષીય ગર્ભવતી પરિણીતા H3N1થી સંક્રમિત થઈ છે. હાલ દર્દીની SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ગર્ભવતી મહિલા દર્દીમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સ્વાઈન ફ્લૂ જેવા જ હોય છે.
જાણો શું છે આ ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટના લક્ષણો
રાજ્યમાં એક બાદ એક રોગચાળા સામે આવી રહ્યા છે. આ દરમિયાન આજે વડોદરામાં ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ વેરિયન્ટના લક્ષણો પણ સામે આવ્યા છે.
- એકાએક ઠંડી સાથે 101થી 104 ડિગ્રી તાવ આવવો
- બે-પાંચ દિવસ સુધી તાવ ન ઉતરવો
- માથા ગળા અને સ્નાયુમાં દુખાવો થવો
- સૂકી ઉધરસ આવવી
- નાક અને આંખમાંથી સતત પાણી પડવું
ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી બચવાના ઉપાયો
- દર્દીથી 6થી7 ફૂટ દૂર રહેવું
- બહારથી ઘરમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોવા
- છીંક કે ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો
- પૂરતી ઊંઘ લેવી
- ઉપવાસ કે એકટાણાં કરવા નહીં
- લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવું
- પ્રોટીનયુકત ખોરાક લેવો
- શક્ય હોય ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું