ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું- AAP તો ખોટુ બોલવામાં BJPથી પણ વધુ પારંગત, કર્યા આકરા પ્રહારો

રાજકોટઃ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરીથી કોંગ્રેસનો હાથ પકડનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મોટુ નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે AAP પર પ્રહાર કરતા…

gujarattak
follow google news

રાજકોટઃ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરીથી કોંગ્રેસનો હાથ પકડનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મોટુ નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે AAP પર પ્રહાર કરતા કહ્યું કે આ પાર્ટી તો ખોટુ બોલવામાં ભાજપ કરતા પણ પારંગત છે. કેજરીવાલની ગેરન્ટીઓ વિશે પણ રાજ્યગુરૂએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આમ આદમી પાર્ટી તો અહીં ભાજપને મદદ કરવા આવી હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસે ક્યારેય કોઈને ગેરમાર્ગે નથી દોરી એવું પણ જણાવ્યું હતું.

AAP પર ઈન્દ્રનીલના આકરા પ્રહારો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી જાણ થઈ કે આ પાર્ટી તો ખોટુ બોલવામાં સર્વોત્તમ છે. ભાજપને તો ખોટુ બોલવામાં AAP ક્યાય પણ પછાડી દે એવી છે. જેથી મને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ભાજપને મદદ કરવા આવી હોય એમ છે. વળી કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા અનેક શાળાઓ બનાવાઈ છે. આમ આદમી પાર્ટી જે શિક્ષણનો મુદ્દો ઉઠાવે છે તે તો કોંગ્રેસે વર્ષો પહેલા જ કાર્યો કરી લીધા છે.

કોંગ્રેસમાં રહીને લોકોને સત્યથી જાણકાર કરાવીશ
આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા સમયે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે કોંગ્રેસે મુંગા મોઢે લોકોની સેવા કરી છે. જનતાની સેવા કરવાની હોય આના માટે અમે ક્યારે કાર્યોનો પ્રચાર નથી કર્યો. કોંગ્રેસે પણ તેમના શાસનકાળમાં ઘણા કાર્યો કર્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં કહ્યું કે હું કોંગ્રેસમાં રહીને જ આમ આદમી પાર્ટી અને ભાજપને હરાવવાનું કામ કરીશ.

કોંગ્રેસમાં જોડાતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુના AAP પર પ્રહાર
કોંગ્રેસમાં જોડાતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મોટો ધડાકો કર્યો હતો. અગાઉ તેમણે કહ્યું કે, AAPએ આરોપ લગાવ્યો કે હું CM બનવા માગતો હતો અને 15 ટિકિટ માગતો હતો તે ખોટું છે. 6 મહિનાથી તેમનો CM ફેસ નક્કી હતો. લોકોને પૂછીને નહીં. એ નક્કી હતું અને એ જ બતાવ્યું. અને જે 15 ટિકિટ હું માગી રહ્યો હતો તે મારી નહોતો માગતો, જ્યાં AAPના મજબૂત લોકો હતા તેમને છોડીને જે ભાજપને ઉપયોગમાં આવી શકે તેમને ટિકિટ અપાઈ ત્યાં મેં મારું સ્ટેન્ડ લીધી હતું. કારણ કે હું ભાજપને હરાવવા AAPમાં ગયો હતો કોંગેસને નહીં. મને કહેવામાં આવ્યું કે છોડો, કમલમથી લિસ્ટ આવે છે, આવું કરવું પડે છે.

    follow whatsapp