અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જિક આવી રહી છે તેમ નવા નવા રાજકીય દાવપેચ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ધર્મઆધારિત રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે અને આ મામલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર પણ લાગી ચૂક્યા છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુત્વ માટે શું થવું જોઈએ તેની ચિંતા ભાજપ કરતાં વધુ અમને છે.
ADVERTISEMENT
હિન્દુત્વની ચિંતા અમને વધુ
આજે રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિત શહેરોમાં આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. આ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હનુમાન ભક્ત અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી અને પોસ્ટર લગાવવા તેનાથી હલકું હિન્દુત્વની કક્ષાએ લઈ જવાનું નબળા માનસિકતા વાળા લોકોનું આ કામ છે. મને ગૌરવ છે હું હિન્દુ છું. દેશ માટે શું થવું જોઈ અને હિન્દુત્વ માટે શું થવું જોઈએ તે બધી જ ચિંતા ભાજપ કરતાં વધુ અમે કરી રહ્યા છીએ. આકરે દેશના હિતમાં લોકોનું કલ્યાણ છે. તે નીતિ અમે અપનાવી છે.
પોસ્ટર ન ઉતારવાની સૂચના ભાજપે જ આપી
ભાજપ પર પ્રહાર કરતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, પાટીલના આવા પોસ્ટર લાગ્યા હોય તો હરકતમાં સરકારી સિસ્ટમ જાગે કે નહીં, આ લોક વિરોધી કામ કહેવાઈ. લોકોશાહીમાં શોભે નહિ તેવું કામ કરેલ છે. તેની પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા? ભાજપ સિવાઈ કોઈ પાસે પૈસા છે જ નહિ. આટલા પોસ્ટરના પૈસા ભાજપે જ આપ્યા હોઇ અને પોસ્ટર ન ઉતારવાની સૂચના પણ બિકણા તંત્રને ભાજપે જ આપી હોય ત્યારે કોઈ કારણ નથી માનવાને . ભાજપ બોખલાઈ ગઈ છે. લોકોએ કેજરીવાલને દિલમાં બેસાડ્યા છે. એટલે નબળી વાતો સાથે આવું તેને પડે છે. પહેલી વાર ગુજરાતમાં એવું બની રહ્યું છે કે, ભાજપ પાસે કોઈ વાત ન હોઇ એટલે અમારી ખાળવી પડે છે. આજ દિવસ સુધી આવો જંગ તેમણે જોયો જ નથી. અમે નીતિઓ લઈને પહેલા આવી ગયા છીએ અને ભાજપ પાસે જવાબ નથી એટલે નબળી માનસિકતા સાથેની રાજનીતિ કરી રહ્યા છે.
ADVERTISEMENT