વિરેન જોશી મહીસાગર: લુણાવાડા વિધાનસભા બેઠકમાં હજુ ચુંટણી પ્રચાર શરૂ જ થયો છે ત્યાં તો ભાજપને હરાવવા નીકળેલા ભાજપના નેતાઓ ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે જેના કારણે કોંગ્રેસનો રસ્તો સરળ બનતા ઉત્સાહમાં આવી ગઈ છે. ભાજપના નેતાઓએ જાહેરમાં અપક્ષ ઉમેદવારનો પ્રચાર શરૂ કર્યો છે.
લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપનાં છેલ્લી ત્રણ ટર્મથી ટીકીટ માટે દાવેદારી કરતાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે પી પટેલને ટીકીટના મળતા પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપના કેટલાક નેતાઓની ભાજપ વિરોધી કામગીરી સામે આવી છે. ભાજપમાં તાલુકા પંચાયતના સદસ્ય એવા અજય દરજી અપક્ષ ઉમેદવાર જે પી પટેલની રેલીમાં જોવા મળતાં ભાજપમાં ભડકો થયો છે.
સાંસદની ભૂમિકા અંગે ઉઠયા સવાલો
અજય દરજી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અંગત સલાહકાર તેમજ લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા છે. ત્યારે સાંસદના અંગત ગણાતા હોદ્દેદારોએ પક્ષમાં બગાવત શરૂ કરતાં સાંસદની ભૂમિકા અંગે પણ પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ છે. લુણાવાડા વિધાનસભા વિસ્તાર માં અપક્ષ ની રેલી યોજી જાહેર સભામાં અજય દરજીએ પક્ષ વિરોધી નિવેદન આપ્યું છે અને અપક્ષ ઉમેદવાર જે પી પટેલની મિટીંગમાં ભાજપ જિલ્લા પ્રમુખ વિરૂદ્ધ પ્રવચન આપ્યું છે ત્યારે પ્રદેશ ભાજપ આવા કાર્યકરો હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરે તેવી ભાજપ કાર્યકરોમાં માંગ ઉઠી છે.

ભાજપને હારની બીક
બીજી તરફ અપક્ષોના કારણે લુણાવાડા વિધાનસભા બેઠકની બાજી બગડી શકે છે. ભાજપની અંદર અંદરની લડાઈમાં ત્રીજાને ફાયદો થશે તેવી ચર્ચા એ ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ ભાજપની આંતરિક લડાઈથી ગેલમાં પોતાનો વિજય થશે તેવી આશાઓ રાખી રહી છે. પક્ષ વિરોધી આવા નેતાઓથી ભાજપ આ સીટ ગુમાવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

અજય દરજીને સસ્પેન્ડ કરવા ઉઠી માંગ
ગઇકાલે પ્રદેશ ભાજપ દ્વારા જે પી પટેલ તેમજ એસ એમ ખાટને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તદઉપરાંત લુણાવાડા નગરપાલિકામાં ભાજપના સભ્ય પ્રાચી હેમાંગ ત્રિવેદીને પણ પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવા બદલ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે અજય દરજીને પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા કાર્યકરોની માંગ ઉઠી છે