પોરબંદરઃ પાકિસ્તાન અત્યારસુધી સરહદ પર પાછળથી વાર કરતું આવ્યું છે, તેવામાં હવે દરિયાઈ માર્ગે પણ તે ભારતને હેરાન કરી રહ્યું છે. પાકિસ્તાની નેવી વિરૂદ્ધ પોરબંદરના નવીબંદર ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પીડિતોએ જણાવ્યું કે પાકિસ્તાની નેવી દ્વારા ભારતીય બોટ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બોટને ટક્કર મારીને ડૂબાડી દીધી હતી. એટલું જ નહીં તેમનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનું પણ જણાવાયું છે.
ADVERTISEMENT
પાકિસ્તાની નેવીએ ટક્કર મારી બોટ ડૂબાડી
માછીમારોએ પોરબંદના નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત 6 ઓક્ટોબરના દિવસે પાકિસ્તાની નેવીએ માંગરોળની હરસિદ્ધિ-5 નામની ભારતીય બોટ પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં ત્યારપછી બોટને જોરદાર ટક્કર મારીને ડૂબાડી દીધી હતી. જેના કારણે રૂપિયા 50 લાખ સુધીનું નુકસાન થયું છે.
ભારતીય માછીમારોને ઢોર માર માર્યો
બોટ ડૂબાડી દીધા પછી ભારતીય માછીમારોએ જણાવ્યું કે પાકિસ્તાની નેવીની બોટમાં 20થી 25 જવાનો સવાર હતા. તેમણે ભારતીય માછીમારોનું અપહરણ કર્યું અને પાકિસ્તાની બોટમાં ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.
With Input- અજય શીલુ
ADVERTISEMENT