ભારતીય ક્રિકેટરો ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં પહોંચ્યા, Rishabh Pant માટે કરી પ્રાર્થના

ઉજ્જૈન: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ પહેલા જ જીતી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ…

gujarattak
follow google news

ઉજ્જૈન: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ પહેલા જ જીતી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના પ્રયાસમાં હશે. ભારતીય ટીમના કેટલાક ખલાડીઓ ઉજ્જૈન પહોંચી અને મહાકાલ મંદિરમાં સવારે થતી ભસ્મારતીમાં સામેલ થયા. જેમાં સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ઉપરાંત સપોર્ટ સ્ટાફના પણ કેટલાક સદસ્યો હતા.

આ પણ વાંચો: ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ…’ રાહુલ-આથિયાના સંગીત સેરેમનીમાં થઈ ખૂબ ધમાલ, સામે આવ્યો VIDEO

મહાકાલની ભસ્મારતીમાં ખેલાડીઓ સામેલ થયા
ત્રીજી વન-ડે મેચ પહેલા ભારતીય ખેલાડી ઉજ્જૈનમાં મંદિરમાં ભસ્મારતીમાં સામેલ થયા. ટીમ ઈન્ડિયાના ખેલાડી પારંપરિક પોશાકમાં જોવા મળ્યા અને સામાન્ય લોકોની વચ્ચે બેસીને ભસ્મારતી જોઈ. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ પણ શિવ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા.

રિષભ પંત માટે કરી પ્રાર્થના
ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘અમે રિષભ પંતના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી. તેનું કમબેક અમારા માટે ખૂબ મહત્વનું છે. અમે ન્યૂઝીલેન્ડ સામે પહેલા જ સીરિઝ જીતી ગયા છીએ. તેમની સામેની ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છીએ.’ તેમણે કહ્યું, મહાકાલેશ્વર મંદિરમાં આવીને ખૂબ જ સારું લાગ્યું અને મન શાંત થઈ ગયું.

નોંધનીય છે કે, 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રુડકી જતા રિષભ પંતનો અકસ્માત થયો હતો. આ બાદથી જ તે હોસ્પિટલમાં એડમિટ છે. તેની સફળ સર્જરી થઈ ગઈ છે. પરંતુ 6થી 8 મહિના સુધી તે મેદાનમાં કમબેક નહીં કરી શકે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp