ટીમ ઈન્ડિયાના જાણીતા ફાસ્ટ બોલર પ્રસિદ્ધા કૃષ્ણાએ સગાઈ કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સે કૃષ્ણા અને તેની મંગેતરની ખાસ તસવીર શેર કરીને કપલને અભિનંદન પાઠવ્યા હતા. બંનેની હલ્દી સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે આઈપીએલ 2023માં રમી શક્યા નહોતા અને ઈજાના કારણે તે ભારતીય ટીમમાંથી પણ બહાર છે.
ADVERTISEMENT
પ્રસિદ્ધ કૃષ્ણાની સગાઈ થઈ
પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની મંગેતર રચના સાથે સગાઈ કરી લીધી છે. કપલની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. એક ફોટોમાં પ્રસિદ્ધ અને રચના એકબીજાને ગળે લાગતા જોવા મળે છે. તો અન્ય એક તસવીરમાં, ભારતીય ઝડપી બોલર તેની મંગેતરને બંને હાથથી ઉચકતો જોવા મળી રહ્યો છે. નવી ઈનિંગની શરૂઆત તરફ પહેલું પગલું ભર્યાની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
રાજસ્થાન રોયલ્સે અભિનંદન પાઠવ્યા હતા
રાજસ્થાન રોયલ્સે તેમના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરીને પ્રસિદ્ધ કૃષ્ણા અને તેની મંગેતરને અભિનંદન પાઠવ્યા છે. ફોટોમાં, પ્રસિદ્ધ રિંગ સેરેમની પછી રચનાને ઉચકતો દેખાય છે. ઈજાના કારણે કૃષ્ણા રાજસ્થાન રોયલ્સ તરફથી IPL 2023માં રમી શક્યો નહોતો. જોકે, ફાસ્ટ બોલરે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
IPL 2022માં પ્રદર્શન શાનદાર રહ્યું હતું
આઈપીએલ 2022માં પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્રિષ્ણાએ શાનદાર રીતે સારી બોલિંગ કરીને 17 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી 8.29 હતી. ભારતીય ફાસ્ટ બોલરની એકંદર આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે આ લીગમાં 51 મેચ રમી છે અને 49 વિકેટ લીધી છે.
ADVERTISEMENT