T-20 World Cupમાં ભારતની 6 વિકેટે જીત, કોહલીએ PAK.ના મોં માંથી જીતનો કોળિયો છીનવી લીધો

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટીમનો 4 વિકેટે વિજય થયો છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા…

gujarattak
follow google news

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટીમનો 4 વિકેટે વિજય થયો છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને 160 રનનો ટાર્ગેટ અપાયો હતો. જેને ભારતે 6 વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન બનાવ્યા હતા.

પહેલી જ મેચમાં અર્શદીપ સિંહ છવાયો
ભારત તરફથી વર્લ્ડકપની પહેલી જ મેચમાં રમાવા ઉતરેલા ઝડપી બોલરે અર્શદીપે પહેલી જ ઓવરમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની વિકેટ ઝડપી હતી. અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ (6 બોલમાં 16 રન જીત માટે જરૂરી)
પ્રથમ બોલ: હાર્દિક પંડ્યા કેચ આઉટ
બીજો બોલ: દિનેશ કાર્તિકે 1 રન લીધો
ત્રીજો બોલ: વિરાટ કોહલીએ 2 રન લીધા
ચોથો બોલ: ફૂલ ટોસ બોલમાં વિરાટ કોહલીની સિક્સર, (નો બોલ)
પાંચમો બોલ: વાઈડ બોલ
છઠ્ઠો બોલ: વિરાટ કોહલીના સ્ટમ્પ પર બોલ વાગ્યો, 3 બાય રન
સાતમો બોલ: દિનેશ કાર્તિક સ્ટમ્પ આઉટ
આઠમો બોલ: વાઈડ બોલ
નવમો બોલ: રવિચંદ્રન અશ્વિને 1 રન બનાવ્યો

પાકિસ્તાનના મસૂદે સૌથી વધુ રન બનાવ્યા
પાકિસ્તાનની ટીમમાંથી બેટિંગ કરતા ઈફ્તિખાર અહમદે 34 બોલમાં 51 અને મસૂદે 42 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે શાહીદ આફ્રિદીએ 8 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન ડબલ ડિજીટનો આંકડો પાર કરી શક્યા નહોતા. જ્યારે બોલિંગમાં મોહમ્મદ નવાઝે 2 વિકેટ, હરિસ રૌફે 2 વિકેટ અને નશીમ શાહે 1 વિકેટ ઝડપી હતી.

 

    follow whatsapp