India Vs South Africa Series : હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આજથી આ સિરીઝની શરૂઆત થઈ છે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનમાં રમાઈ રહી છે.
ADVERTISEMENT
ભારતીય ટીમનો આ પ્રવાસ સાઉથ આફ્રિકા માટે ‘લોટરી’
આ પહેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમનો આ પ્રવાસ સાઉથ આફ્રિકા માટે લોટરી સમાન છે. આ પ્રવાસથી તેને આર્થિક રીતે ઘણો ફાયદો થશે. દક્ષિણ આફ્રિકાના બોર્ડને આ શ્રેણીની તમામ 8 મેચોમાંથી બમ્પર નફો મળવાનું એક જાણકારી પરથી સામે આવ્યું છે.
આ પ્રવાસ સાઉથ આફ્રિકા બોર્ડના છેલ્લા 3 વર્ષના નુકશાનની ભરપાઈ કરશે
ભારતીય ટીમનો આ સાઉથ આફ્રિકા પ્રવાસ લગભગ 29 દિવસ ચાલવાનો છે.ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડ (CSA)ના તિજોરીમાં આશરે રૂ. 573 કરોડની કમાણી થશે. તેનાથી તેનું સંપૂર્ણ દેણું ચૂકતું થઈ જશે. CSAએ કહ્યું કે તેને છેલ્લા 3 વર્ષમાં કુલ લગભગ રૂ. 237.70 કરોડનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો પ્રવાસ ન માત્ર નુકસાનને ભરપાઈ કરશે પરંતુ આવનારા વર્ષો માટે પૂરતા પૈસાની પણ જરૂરિયાતને સંતોષશે.
BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ગયા મહિને BCCIની નેટવર્થ લગભગ 18 હજાર કરોડ રૂપિયા હતી. નેટવર્થની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકાનું બોર્ડ છઠ્ઠા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 47 મિલિયન ડોલર છે.
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સમયપત્રક (ભારતીય સમય મુજબ)
10 ડિસેમ્બર 1લી T20, ડરબન, સાંજે 7.30 કલાકે
12 ડિસેમ્બર, બીજી T20, પોર્ટ એલિઝાબેથ, રાત્રે 8.30 કલાકે
14 ડિસેમ્બર, ત્રીજી T20, જોહાનિસબર્ગ, રાત્રે 8.30 કલાકે
17 ડિસેમ્બર, 1લી ODI, જોહાનિસબર્ગ, બપોરે 1.30 કલાકે
19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ, સાંજે 4.30 કલાકે
21 ડિસેમ્બર, ત્રીજી ODI, પાર્લ, સાંજે 4.30 કલાકે
26 થી 30 ડિસેમ્બર, 1લી ટેસ્ટ, સેન્ચુરિયન, બપોરે 1.30 કલાકે
3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ, બપોરે 1.30 કલાકે
ADVERTISEMENT