India vs Kuwait SAFF Championship Final: ભારતે SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે કુવૈતને હરાવ્યું હતું. આ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત વિ કુવૈત SAFF ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપ 2023 જીતી છે. ભારતે મંગળવારે કુવૈતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ પેનલ્ટી શૂટઆઉટમાં પરિણમી હતી.
ADVERTISEMENT
ભારતે પેનલ્ટી શૂટઆઉટ 5-4થી જીત્યું હતું. ટાઈટલ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ભારતનું એકંદરે નવમું અને સતત બીજું SAFF ચેમ્પિયનશિપ ટાઇટલ છે. ભારત અને કુવૈત નિર્ધારિત સમયમાં 1-1 થી બરાબરી પર હતી. બંને ટીમોએ હાફ ટાઈમ પહેલા ગોલ કર્યા હતા. કુવૈતે પહેલો ગોલ કર્યો હતો. કુવૈત માટે શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો. તે જ સમયે ભારત તરફથી લલિયાનજુઆલા છાંગટેએ 39મી ઓવરમાં ગોલ ફટકારીને બરાબરી કરી હતી.
બીજા હાફમાં બંને ટીમના ખેલાડીઓએ ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ ગોલ કરવામાં સફળ થઈ શક્યા ન હતા. આ હાફ ગોલ રહિત રહ્યો હતો. જ્યારે 90 મિનિટમાં નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે બંને ટીમોને 15 મિનિટના બે વધારાના હાફ આપવામાં આવ્યા હતા. વધારાના સમયમાં ભારત કે કુવૈતે ગોલ કર્યો ન હતો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પેનલ્ટી શૂટઆઉટના પાંચ રાઉન્ડ પછી પણ સ્કોર 4-4 હતો, ત્યારબાદ સડન ડેથનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેશ નોરેમે ગોલ કર્યો અને ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુએ ડાઈવિંગ કરીને ખાલિદ હાજિયાના શોટને બચાવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળને હરાવ્યું અને કુવૈત સામે ડ્રો રમી. ભારતીય ટીમે સેમિફાઇનલમાં લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.
ADVERTISEMENT