ગૌતમ અદાણી માટે આ બે મહિલાઓ બની પ્રેરણાઃ જાણો કોણ છે તે ગર્લ્સ

નવી દિલ્હીઃ પ્રથમ વખત જાણીતી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટૂડેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ પ્રથમ વખત જાણીતી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટૂડેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા અહીં ઈન્ડિયા ટૂડેના ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથેની વાતચિતમાં પોતાની કંપની પર થતા લોનને લઈને આક્ષેપો અંગે પણ વાત કરી હતી. વર્ષ 2022 અદાણી ગ્રુપ માટે ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે જ ACC અને અંબુજાના હસ્તાતંરણ બાદ તે દેશનું સૌથી મોટું સિમેન્ટનું ઉત્પાદક બન્યું છે. એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સમાં પણ ઝડપથી અદાણી ગ્રુપ આગળ વધી રહ્યું છે. ત્યારે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને ભારત તથા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ India Todayના રાજ ચેંગપાને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં અદાણી ગ્રુપના સફળતા, થતા આક્ષેપો સહિતની કેટલીક ખાસ બાબતો પર વાત કરી હતી.

પ્રશ્નઃ ગૌતમ ભાઈ, તમને બિઝનેસ અને જીવનમાં કઈ વસ્તુ પ્રેરણા આપે છે?
ગૌતમ અદાણીનો જવાબઃ એક સામાન્ય વ્યક્તિ તરીકે, મારા માટે એવરેજ ભારતીયની હિંમત, તાકાત, સ્થિતિસ્થાપકતા અને મક્કમતા ખૂબ જ પ્રેરણાદાયક છે. અમારી ગ્રીન ટોક સીરીઝના બીજા એડિશનમાં, હું અરુણિમા સિંહા અને કિરણ કનોજિયા, બે અસામાન્ય મહિલાઓની વાર્તાથી ખૂબ જ પ્રેરિત થયો હતો, જેમણે તેમના અંગો ગુમાવ્યા બાદ પણ દુનિયા જીતી લીધી. અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને કિરણ મેરાથોન દોડી રહ્યા છે. બંને ખૂબ જ અસામાન્ય મહિલાઓ છે અને ભારતનું ગર્વ છે. તેઓ નવા ભારતના સાચા હિરો છે. તેમની સ્ટોરીએ મને ખૂબ જ પ્રેરિત કર્યો અને મારી આંખમાં આસું લાવી દીધા. હું તેમના ઉત્સાહથી અભિભુત થયો છું. શું આવી હિંમત, બહાદુરી અને મક્કમતાથી વધારે કંઈ પ્રેરણાદાયી હોઈ શકે છે? તેમની સ્ટોરી જોઈને, મારો વિશ્વાસ વધુ મજબૂત થયો કે માણસોથી વધારે કોઈ મજબૂત મશીન નથી. આવી સ્ટોરીઓ મારા માટે સૌથી વધુ પ્રેરણાદાયી છે.

આ પણ જાણવા જેવું…
અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગૌતમ અદાણીએ શું આપ્યો જવાબ?

‘પૈસા નથી તેથી 4 મહિનાનું પેન્શન આપી નહીં શકાય’- ગોધરા નગરપાલિકા હવે ઉઘરાણે નીકળશે
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું

અદાણીએ જે મહિલાઓના નામ લીધા તે કોણ છે?
ઉલ્લેખનીય છે કે અરુણીમા સિન્હા એક સાહસી પર્વતા રોહક અને સ્પોર્ટ્સવુમન છે. તેઓ પહેલા એવા મહિલા દિવ્યાંગ છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કિલિમાન્ઝારો સહિત ઘણા પર્વતો સર કર્યા છે. સાથે જ તેઓ ભારતીય વોલિબોલ ટીમના પ્લેયર પણ છે. આ તરફ બીજી મહિલા કે જેમનું નામ ગૌતમ અદાણીએ લીધું તે છે કિરણ કનોજિયા. 36 વર્ષિય કિરણ કનોજીયા પણ દિવ્યાંગ છે કે જેમને ભારતના બ્લેડ રનર્ર તરીકે ઓળખવામાં આવે છે. ગરીબ પરિવારમાંથી આવનારા આ મહિલા હાલ ઈન્ફોસિસ હૈદરાબાદમાં કામ કરે છે પરંતુ તેમની સિદ્ધિઓમાં તેમણે હૈદરાબાદની મેરેથોનના વિનર, વુમન ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા એવોર્ડના વિનર, સ્પોર્ટ્સ સુપરહિરોઝના કેલેન્ડરમાં સમાવિષ્ઠ વ્યક્તિ તરીકેના ઘણા કિર્તિમાન સ્થાપ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp