નવી દિલ્હી: એક તરફ દુનિયભરના અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન નવા વર્ષમાં ભારતમાં કોરોનાનો મોટો ખતરો દસ્તક આપી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચાલીસ દિવસ કોરોના સંક્રમણના સંદર્ભમાં ખૂબ જ ગંભીર બની શકે છે. કોરોનાના ભૂતકાળના ટ્રેન્ડને જોતા એવું લાગે છે કે આ વખતે પણ જાન્યુઆરી બહુ ભારે નહીં હોય. કોરોના સંક્રમણ ફેલાવાનો સૌથી મોટો ખતરો અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓથી છે. વિદેશમાં વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ કેટલાક કડક પગલાં લીધા છે.
ADVERTISEMENT
આજથી એટલે કે, 1 જાન્યુઆરી, 2023 થી, ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે કોરોનાને લઈ નિયમો કડક કરવામાં આવ્યા છે. ચીન સહિત છ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બની ગયો છે. એટલે કે, તેમણે મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમનો નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેઓ આવું નહીં કરે તેમને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સરકારે જે દેશો માટે RT PCR ફરજિયાત બનાવ્યું છે તેમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.
કોરોનાના સંક્રમણને લઈ કર્ણાટક સરકારે લીધો આ નિર્ણય
વધુ સંક્રમણ ધરાવતા દેશોમાંથી કર્ણાટક આવતા મુસાફરો માટે કર્ણાટક સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઇન જાહેર કરી છે. તતેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાનું વધુ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે આગમનના સમયથી 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. જો એરપોર્ટ પર આવતા પેસેન્જરમાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળે છે, તો તેને તાત્કાલિક કોવિડ સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવશે.
વૈજ્ઞાનિકોને વિચારવા માટે મજબૂર કર્યા
ચીનમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને લઈ વૈજ્ઞાનિકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. વૈજ્ઞાનિકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારતમાં કોરોના પહોંચવાનો સમય શું હોઈ શકે. જો કોરોનાની લહેર છે, તો તે કેટલું ભયાનક અને કેટલું જોખમી હોઈ શકે છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ દર્શાવે છે કે 35 થી 40 દિવસમાં કોરોના વેવ પૂર્વ એશિયાથી ભારતમાં પહોંચ્યો હતો. પ્રથમ વેવમાં, 61 દિવસમાં ચીનથી પહેલો કેસ ભારતમાં પહોંચ્યો.
ભારતમાં સંક્રમણ ફેલાવવાનો ડર
ચીનથી પ્રથમ લહેર ભારત સુધી પહોંચતા 7 મહિના લાગ્યા હતા. પણ હવે એવું નથી. કોરોનાનું BF-7 વેરિઅન્ટ 15 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. અને તેથી ભારતમાં પણ તે ઝડપથી ફેલાવાનો ભય છે.
ADVERTISEMENT