અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બાપુનગર સીટ પરથી અપક્ષથી ચૂંટણી લડનારા ઉમેદવારનું જુગારધામ ઝડપાયું છે. શહેર પોલીસે રખિયાલમાં આવેલા ઉમેદવારના જુગારના અડ્ડા પર દરોડો પાડતા 19 જુગારીઓ સહિત રૂ.1.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે આરોપી ફરાર હોવાથી હાલમાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
આરોપી અલ્તાફ બાપુનગરથી ચૂંટણી લડ્યો હતો
વિધાનસભા ચૂંટણીમાં બાપુનગરથી અપક્ષ ઉમેદવા અલ્તાફ બાશીનો રખિયાલમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોમવારે સાંજે દરોડો પાડ્યો હતો. જેમાં મકાનના ત્રીજા માળેથી 19 જુગારીઓ મળી આવ્યા હતા. જેમની પાસે રૂ.82,340ની રોકડ હતી અને મોબાઈલ ફોન સહિત કુલ 1.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે આરોપી અલ્તાફ, મકાનમાલિક ખુરશીદ પઠાણ અને આસિફખાન પઠાણ ત્યાંથી ફરાર હતા.
આ પણ વાંચો: RTOના ધક્કા ખાવાથી મુક્તિ મળશે, હવે કારની ડિલિવરી વખતે જ નંબર પ્લેટ મળી જશે
પોલીસને હપ્તો ચૂકવતો હોવાની ચર્ચા
આ અંગે હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તમામ આરોપીઓને સોંપી દીધા હતા. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં અપક્ષથી ચૂંટણી લડ્યો હતો. જોકે ચૂંટણી પૂરી થતા જ અલ્તાફ બાશીએ પોતાનો જુગારનો અડ્ડો ફરીથી શરૂ કરી દીધો હતો. અલ્તાફ પોલીસને પણ મહિને રૂ.10 લાખનો હપતો ચૂકવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ફરાર અલ્તાફ ક્યારે પકડાય છે અને જેલના પાંજરે પૂરવામાં આવે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT