નવી દિલ્હીઃ ભારતીય ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતના સુનિલ છેત્રીએ હેટ્રિકના દમ પર પાકિસ્તાનને 4-0થી હરાવ્યું છે. હાલમાં જ આ મેચમાં કોઈ કારણે બંને ટીમ વચ્ચે તકરાર થઈ હોવાનું સામે આવ્યું હતું. જેના કેટલાક વીડિયો પણ ફરતા થયા છે. જે વીડિયો અમે અહીં આપને દર્શાવ્યા છે.
ADVERTISEMENT
સફાઈ નહીં થતા કોર્પોરેટરે સુરત નગરપાલિકાની ઓફિસમાં જ કરી દીધો ઢગલો
મેચની વાત કરીએ તો સુનીલ છેત્રીએ 10મી, 16મી અને 72મી મિનિટે ગોલ લગાવી દીધા હતા. ત્યાં જ ઉદાંતા કુમમે 80મી મિનિટે ગોલ લગાવી દીધો હતો. પહેલા હાફમાં સુનીલ છેત્રીએ બે ગોલ માર્યા પછી ભારતે 2-0ની લીડ હાંસલ કરી હતી.
બીજા હાફમાં સુનિલ છેત્રીએ પેનલ્ટી ગોલ કર્યો હતો અને પછી ઉદાંતાએ 80મી મિનિટે વધુ એક ગોલ મારીને ટીમને 4-0 સુધી આગળ વધારી દીધી હતી. જ્યારે સુનીલ છેત્રીની જગ્યાએ મિડ ફીલ્ડર લિસ્ટન કોલાકોને મેદાન પર મોકલાયો હતો. જોકે સ્ટેડિયમમાં ફેન્સે હેટ્રિક હીરોને તાલીઓથી આવકાર્યો હતો. મેચ પુર્ણ થઈ ચુકી છે. આ મેચમાં અન્ય ફૂટબોલ મેચની જેમ ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે સામાન્ય તકરાર પણ જોવા મળી રહી હતી.
ADVERTISEMENT