નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને છ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પેટ કમિન્સની ટીમે 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરની ક્રિકેટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે. ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 40 લાખ ડોલર (લગભગ 33.33 કરોડ રૂપિયા) મળ્યા છે. રનર અપ ટીમ ઈન્ડિયાને પણ સારી એવી ઈનામી રકમ મળી હતી. ભારતને રનર્સ અપ તરીકે 20 લાખ ડૉલર (આશરે 16.65 કરોડ રૂપિયા)ની રકમ મળી છે.
આ સિવાય આ બંને ટીમોને લીગ સ્ટેજમાં મેચ રમવા માટે પણ પૈસા મળ્યા હતા. આઈસીસીએ અંદાજે 83 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું. આઈસીસીએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ માટે કુલ 10 મિલિયન ડોલર (આશરે રૂ. 83.29 કરોડ) ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. જે તમામ 10 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી.
આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા. જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રૂપ સ્ટેજમાં, દરેક જીત માટે રૂ. 33.31 લાખની ઇનામી રકમ નક્કી કરવામાં આવી હતી.
ક્રિકેટ વર્લ્ડ કપ પ્રાઇઝ મની (ભારતીય રૂપિયામાં)
– વર્લ્ડ કપ વિજેતા: 33 કરોડ રૂપિયા (ઓસ્ટ્રેલિયા)
– વર્લ્ડ કપ ઉપ વિજેતા: 16.65 કરોડ રૂપિયા (ભારત)
– સેમીફાઇનલિસ્ટ: 6.66 કરોડ રૂપિયા (સાઉથ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ)
– ગ્રુપ સ્ટેજમાં પ્રત્યેક જીત : 33.31 લાખ રૂપિયા
ભારતીય ટીમને મળી આટલી રકમ
ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડવાના કારણે 20 લાખ ડોલર તો મળ્યા જ. સાથે લીગ સ્ટેજમાં પણ ભારતીય ટીમે તમામ 10 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. જેના કારણે તેના ચાર લાખ ડોલર (આશરે 3.3 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની મળશે. ભારતને આ વર્લ્ડ કપમાં કુલ 24 લાખ ડોલર (આશરે 20 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ પ્રાપ્ત થઇ.
ADVERTISEMENT