ઉના તાલુકામાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ, ખનીજ અધિકારી પર કર્યો હુમલો

ભાવેશ ઠાકર, ઉના:  ઉનાના પસવાળા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી કરતાં વાહનોને રેઇડ દરમ્યાન મામલતદાર કચેરી ખાતે પકડી લાવતી વખતે ખનન માફિયાઓએ ઉના…

gujarattak
follow google news

ભાવેશ ઠાકર, ઉના:  ઉનાના પસવાળા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી કરતાં વાહનોને રેઇડ દરમ્યાન મામલતદાર કચેરી ખાતે પકડી લાવતી વખતે ખનન માફિયાઓએ ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને ટ્રેક્ટર ચાલકે અપશબ્દ બોલીને ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પછાડી દેતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ .

ઉનાના પસવાળા ગામની માલણ નદીમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હોવાની ઉના મામલતદારને બાતમી મળતા ખનીજ વિભાગની ટીમ અને ઉના મામલતદાર ખાભંલાભાઈ  અને ઓફિસના સર્કલ ઓફિસર મિતેશ. જી. વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રેડ પડી હતી.   ઘટના સ્થળ પરથી રેતી ચોરી કરતા ત્રણ ટ્રેક્ટર એક જેસીબીને ઝડપી પાડી ઉના મામલતદાર કચેરી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મામલો પોલીસ મથકે પહોંચ્યો 
ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ઝડપાયેલ ટ્રેકટરમાં બેસી આવતા હોય ત્યારે સામતેર ગામે પહોંચતા રેતી ચોરી કરનાર ડ્રાઈવરે ધક્કો મારી નીચે પછાડી દેતા જમણા પગના ભાગે ફ્રેકચર થતા સરકારી વાહનમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઉપરાંત રેતી ચોરી કરનાર ભુપતભાઈ ઉકાભાઇ ગોહિલ રહે પસવાળા હમીર સાંખટ રહે ઉટવાળા તથા આસિફ ઉનડજામ રહે ઉમેજ તા ઉના વાળાઓ વિરૂદ્ધ ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઉઠયા અનેક સવાલ
ઉના પંથકના ખનીજ માફીયાઓને અધિકારી ઉપર જ હુમલો કરતા હોય તો સામાન્ય નાગરિકની સ્થિતિ કેવી હશે આવાં ભુમાફિયા આવી હિંમત કોણ પૂરી પાડે છે તેમની સંપૂર્ણ તપાસ કરીને આવા ભુમાફિયા ઓને કડકમાં કડક સજા થવી જોઈએ એવી ઉના પંથકના લોકોમાં માંગણી ઉઠી છે.

    follow whatsapp