વ્યાજખોરોના આતંક સામે પોલીસ એક્શનમાં, રાજકોટ અને સુરતમાં સહિતના શહેરોમાં ધડાધડ થઈ રહી છે કાર્યવાહી

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોનું દુષણ વધી ગયુ છે. ઉચા દરે વ્યાજખોરો વ્યાજની વસુલી કરતા હોવાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠે છે. સામાન્ય અને ગરીબ પરિવારોને ઉચા…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોનું દુષણ વધી ગયુ છે. ઉચા દરે વ્યાજખોરો વ્યાજની વસુલી કરતા હોવાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠે છે. સામાન્ય અને ગરીબ પરિવારોને ઉચા દરે ધિરાણ આપી તગડી વસૂલી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હોવાના કારણે અનેક પરિવારોના માળા વિખેરાય જાય છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે અનેક લેણદારઆત્મહત્યા સુધીનું પગલુ ભરતા હોય છે. જેના કારણે પરિવારો પર વણજોઈતી આફત આવી પડે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દુષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે.

સુરતનો ક્રાઈમ રેટ તો તગડો !
સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.એક જ દિવસમાં સુરત પોલીસે 49 ગુના દાખલ કર્યા છે અને 34 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જયારે સૌથી વધુ ગુના ઝોન 5 ની હદમાં આવતા પોલીસ મથકમાં 30 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. તો 27 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં એટલે કે પ્રથમ 9 જ દિવસમાં પોલીસે 103 ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં 111 આરોપીઓ સંડોવાયેલા છે જેમાં 85 ની ધરપકડ થઇ છે જયારે 26 ઈસમો વોન્ટેડ છે. આમ તો આ કાર્યવાહી વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે. વર્ષ 2022માં છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસો કરવામાં આવ્યા હતા.જેમાં 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

વર્ષ 2022થી ચાલી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં કેટલાક પોલીસ મથકના ઇન્સ્પેકશન અને અરજી નિકાલની ઝુંબેશ દરેક પોલીસ મથકમાં દરેક બ્રાંચમાં રાખવામાં આવી હતી. ત્યારે અવાર નવાર ધ્યાને આવ્યું હતું કે, વ્યાજખોરો જરૂરિયાતમંદ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ગેરકાયદે ઉચું વ્યાજ વસુલી રહ્યા છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે કેટલાક પરિવાર ડીપ્રેશનમાં મુકાઈ જતા હતા તો કેટલાક લોકો આપઘાત કરવાનું વિચારતા હતા. આ બધી વસ્તુ ધ્યાને આવતા સચોટ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી.ઓક્ટોબર મહિનાથી ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી,પહેલા પણ કેસો થતા હતા પરંતુ ઓક્ટોબર 2022થી એક ઝુંબેશના ભાગરૂપે સ્પેશીયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2022 ના છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

પાસા હેઠળ પણ કાર્યવાહી કરાશે
આ ડ્રાઈવને વધુ સ્ટ્રોંગ કરવા માટે અલગ અલગ સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી છે. ખાસ કરીને બે સ્ટ્રોંગ ટીમ બનાવી છે.એક ઇકો સેલ અને એક ક્રાઈમ બ્રાંચમાં ટીમ બનાવવામાં આવી છે જયારે દરેક ઝોનમાં એલસીબી ટીમ તૈયાર કરવામાં આવી છે જે ટીમ પોત પોતાના વિસ્તારમાં જે આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે તે આરોપીઓ જામીન મળ્યા બાદ ફરી આવા ધંધા ચાલુ ન કરે તે અંગેની તપાસ કરશે.આ ઝુંબેશ પૂરી તાકાતથી ચલાવવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ જ રહેશે કોઈ પણ ઇસમ જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ આ પ્રવુતિના મારફતે જણાશે તો તેના વિરુદ્ધ પાસા હેઠળના પગલા પણ લેવામાં આવશે.

 આ પણ વાંચો: સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા

રાજકોટમાં પણ વ્યાજખોરો સામે તવાઈ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને એક સપ્તાહ સુધી લંબાવી છે.આ અભિયાન અંતર્ગત પોલીસ ખુદ જનતા પાસે જઈ તેની સમસ્યાઓ સાંભળી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરતી હોય છે.આ મુદ્દાને લઈને જ પોલીસ હવે ધડાધડ વ્યાજખોરોના ત્રાસ સામે કાર્યવાહી કરી રહી છે.વાત કરીએ રંગીલા રાજકોટની તો ત્યાં પણ રાજકોટ પોલીસે યોજેલા લોકદરબારમાં એક જ દિવસમાં એક સાથે 60 ફરિયાદ નોંધી હતી. તો આ ફરિયાદો પર ક્યારે કાર્યવાહી થશે તેવો સવાલ પોલીસ કમિશ્વર રાજુ ભાગર્વને કરવામાં આવ્યો તો તેણે જવાબ હતો કે, લોકગરબારમાં મળેલી તમામ ફરિયાદ બાબતે તુરંત એક સપ્તાહમાં ઉકેલ આવી જશે. જેટલા પણ વ્યાજખોરો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 આ પણ વાંચો: કપડવંજમાં 20 હજાર રૂપિયાનું થયું ત્રણ લાખ ત્રીસ હજાર વ્યાજ, વ્યાજખોરો સામે પોલીસ કરી આ કાર્યવાહી

ગોધરામાં પણ વ્યાજખોરોનો આતંક
તો ગઈકાલે ગોધરામાં વ્યાજખોરો માટે જે લોક દરબાર યોજાયો હતો. તેમાંથી આજે ગોધરા શહેરની એ ડિવિઝન બી ડિવિઝન અને આરસીબી ખાતે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. આ ગુનામાં પાંચ જેટલી ફરિયાદો લેવામાં આવી છે અને એક જગ્યાએ તો વ્યાજખોરને ધાક ધમકી આપીને પોલીસે જે ફરિયાદી હતા તેઓનું મકાનની ચાવી પણ અપાવી દીધી છે ગઈકાલે જે રીતે લોક દરબારમાં 50 જેટલા લોકોએ પોતાની ફરિયાદની આપીવીતિ કહી હતી તેને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાની પોલીસે વારાફરતી ફરિયાદો લેવાનું શરૂ કર્યું છે અને આરોપીઓને પણ પકડવાની કામગીરી ચાલુ કરી દીધી છે વ્યાજખોરોમાં વ્યાપી ગયો છે.

વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, શાર્દૂલ ગજ્જર 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp