અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રના નેતાઓના સતત પ્રવાસ વધી રહ્યા છે. ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા રાજકીય પક્ષો વિવિધ રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અમરેલી શહેરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન મનસુખ માંડવીયાએ આરોગ્યક્ષેત્ર બાબતે ચર્ચા કરી હતી અને કહ્યું કહ્યું હતું કે આગામી સમયમા ભારત આરોગ્ય ક્ષેત્રે હબ બનશે.
ADVERTISEMENT
એમ.બી.બી.એસ., પી.જી. બેઠકમાં થશે વધારો
ગુજરાતમાં વિધાનસાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત પર રાજકીય પક્ષોની નજર છે. સત્તા પક્ષ ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા માટે સતત લડી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાન બનાવવા લડી રહી છે અને કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. પોતાના વતન ગુજરાત આવેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન મનસુખ મંડવીયાએ શાંતાબા મેડિકલ કોલેજમાં ડોક્ટરો સાથે સંવાદ કર્યો હતો. અને ત્યારબાદ હિન્દુસેનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આરોગ્ય સેવા બાબતે ખૂબજ પ્રયત્નશીલ છે અને આગામી સમયમા ભારત આરોગ્ય ક્ષેત્રે હબ બનશે. આરોગ્ય સુવિધા માટે સારવાર લેવા માટે દુનિયામાંથી લોકો ભારત આવશે. દેશમાં એમ.બી.બી.એસ., પી.જી. બેઠક આવનારા સમયમાં 1 લાખ સુધી કરવામાં આવશે. જેથી ગામડાઓમાં પણ આરોગ્ય સુવિધા સારી મળી શકશે. દેશમાં વધુ ૧.પ૦ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કેન્દ્ર સરકાર દ્વારા ખોલવામાં આવશે.
ભારત આરોગ્ય ક્ષેત્રે હબ બનશે
કેન્દ્ર સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓ તેમજ આરોગ્ય બાબતે કેન્દ્ર સરકાર દેશના છેવાડાના લોકો માટે કેટલી ચિંતીત છે. પ્રધાનમંત્રી આરોગ્ય સેવા બાબતે ખૂબજ પ્રયત્નશીલ છે અને આગામી સમયમા ભારત આરોગ્ય ક્ષેત્રે હબ બનશે. આરોગ્ય સુવિધા માટે સારવાર લેવા માટે દુનિયામાંથી લોકો ભારત આવશે. મેડિકલ કોલેજની બેઠક માટે સેન્ટ્રલ કોટા ખોલવામાં આવશે. જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ બીજા રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. ડોકટર, પેરામેડિકલ સ્ટાફને કારણે દેશમાં હાલ 98.5 ટકા લોકોનું રસીકરણ કરી ભારત રસીકરણ મામલે પ્રથમ ક્રમાંકે પહોંચ્યું છે. ગુજરાતની મુલાકાતે આવેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સરકારની આરોગ્ય નીતિ અંગે ચર્ચા કરી હતી.
ADVERTISEMENT