અમદાવાદ: વિધ્યાર્થી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોના પ્રશ્ને સતત આપતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આક્રમક પ્રચાર કરનાર યુવરાજ સિંહ જાડેજા ફરી એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. ત્યારે LRD ભરતીના ઉમેદવારોને લઈ યુવરાજસિંહ જાડેજા મેદાને જોવા મળી રહ્યા છે. તેમણે હસમુખ પટેલને ટ્વિટ કરી કહ્યું કે, આપે આશ્વાશન આપ્યું હતું કે એક મહિનામાં નિમણૂક પત્ર મળી જશે આજે તે વાતને ઓફિસિયલ 5 મહિના પૂર્ણ થયા. સાહેબ ગરીબ અને મધ્યમવર્ગીયના ઘર આશ્વાશનથી નહીં પગારથી ચાલતા હોય છે.
ADVERTISEMENT
જય હિન્દ આદરણીય @Hasmukhpatelips સાહેબ, છેલ્લા ઘણા સમયથી #LRD ભરતીના ઉમેદવારો પોતના #નિમણુંક_પત્ર ની રાહ જોઈ રહીયા છે. આપે આશ્વાશન આપ્યું હતું કે એક મહિનામાં નિમણુંક પત્ર મળી જસે આજે તે વાતને ઓફિસિયલ 5 મહિના પૂર્ણ થયા. સાહેબ ગરીબ અને મધ્યમવર્ગીય ના ઘર આશ્વાશન થી નહીં પગાર થી ચાલતા હોઈ છે. નિમણુંકપત્ર ના નામે આપેલ અભીનંદન પત્ર નો લોલીપોપ હજી ઓગળતો નથી. પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ બંધ. ભરતી બોડના ત્રણેય હેલ્પલાઇન નંબર બંધ. ડીજીપી કચેરી માંથી યોગ્ય જવાબ મળતો નથી. તમે જ કહો ઉમેદવારોને ક્યા જવું ??
ADVERTISEMENT