કોંગ્રેસ અધ્યક્ષની સભામાં રૂપિયાથી ભીડ એકઠી કરાઈ! લોકોને રૂ.2 હજાર આપતો વીડિયો વાઈરલ

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાનને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે પણ જનસભામાં…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાનને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે પણ જનસભામાં સંબોધન શરૂ કરી દીધા છે. ત્યારે ભિલોડા ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં ભીડ ભેગી કરવા માટે લોકોને રૂપિયા અપાતા હોવાના વીડિયો વાઈરલ થયા છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ.

2 હજાર રૂપિયા આપી ભીડ ભેગી કરાઈ?
ભિલોડાની પ્રચાર સભામાં કોંગ્રેસે નાણાનો પાવર બતાવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જોકે ત્યારપછી આ મુદ્દે વધુ વીડિયો સામે આવવા લાગ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુનની સભામાં ભીડ ભેગી કરવા માટે લોકોને રૂપિયા આપતો વીડિયો વાઈરલ થયો છે. આ દરમિયાન કોંગ્રેસનો ખેસ પહેરેલા લોકો એકપછી એક ગાડીની લાઈનો લાગી છે એમાં સવાર લોકોને 2 હજાર રૂપિયાની નોટ આપતા નજરે પડી રહ્યા છે. આ તમામ વાહનો ભિલોડા-શામળાજી માર્ગ પર એક કતારમાં ઉભા રહી ગયા હતા. જ્યાં દરેક વાહન ચાલકે 2 હજાર રૂપિયા અપાઈ રહ્યા હતા.

રૂપિયા મળી જાય એટલે લિસ્ટમાં ટિક માર્ક કરાયું
આ વાઈરલ વીડિયોમાં જે વાહન ચાલકોને રૂપિયા અપાઈ રહ્યા છે તે સભામાં હાજર હતા. એટલું જ નહીં રૂપિયા આપ્યા પછી કોંગ્રેસનો ખેસ પહેરેલી એક વ્યક્તિ લિસ્ટમાં નામ ખરાઈ કરતી નજરે પડી હતી. અનુમાન લગાવાઈ રહ્યું છે કે જેને જેને રૂપિયા મળી ગયા હોય તેના નામ સામે એ વ્યક્તિ ટિક માર્ક કરી દેતી હશે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp