નવી દિલ્હી: કોરોના હવે ફરી એક વાર ચિંતાનો વિષય બનવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10, 158 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44, 998 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આ આંકડા જાહેર કર્યા. આ મુજબ ભારતમાં કોરોના ડેઇલી પોઝિટીવીટી રેટ 4.42 ટકા અને વિકલી પોઝિટીવીટી રેટ 4.02 ટકા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 0.10 ટકા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.71 ટકા છે.
ADVERTISEMENT
ભારતમાં ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,035 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,10,127 લોકોએ કોરોનાને હરાવ્યો છે. એકટલે કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220,66,24,653 ડોઝ આપવામાં આવ્યા છે. આમ છેલ્લા 24 કલાકમાં કોરોનાનું સંક્રમણ 29.7 ટકા વધ્યું છે.
સાત દિવસમાં 42 હજારથી વધુ દર્દીઓ વધ્યા
દેશમાં છેલ્લા સાત દિવસમાં 42 હજારથી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન ચેપને કારણે 97 લોકોના મોત પણ થયા છે. મંગળવારે એક દિવસમાં 7, 830 લોકો સંક્રમિત જોવા મળ્યા છે, જે 223 દિવસમાં સૌથી વધુ છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ 40 હજારને વટાવી ગઈ છે. હવે દેશમાં 44, 998 દર્દીઓ સંક્રમિત છે. તેઓ કાં તો હોસ્પિટલમાં દાખલ છે અથવા ઘરે રહીને તેમની સારવાર કરાવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ચેપના 10,158 નવા કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 44,998 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 5,356 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,42,10,127 થઈ ગઈ છે.
વેકસીનેશના આંકડા ચિંતાજનક
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત 327 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 92.34 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 2,29,958 કોરોના ટેસ્ટ થયા છે.
એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું
1.એપ્રિલ: 2993 કેસ
2.એપ્રિલઃ 3823 કેસ
3.એપ્રિલ: 3641 કેસ
4.એપ્રિલ: 3038 કેસ
5.એપ્રિલઃ 4435 કેસ
6.એપ્રિલઃ 5335 કેસ
7.એપ્રિલ: 6050 કેસ
8.એપ્રિલઃ 6155 કેસ
9.એપ્રિલ: 5357 કેસ
10. એપ્રિલ: 5880 કેસ
11.એપ્રિલ: 5676 કેસ
12. એપ્રિલ 7,830 કેસ
13. એપ્રિલ 10,158
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT