રોનક જાની નવસારી: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ થયો છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સોસાયટીના બગીચાઓથી લઈને ખેતરોએ લીલી ચાદર ઓઢી લીધી છે, ત્યારે આખું વર્ષ દરોમાં છૂપાઇ રહેતા ઝેરી- બીન ઝેરી સર્પો ચોમાસામાં પ્રથમ વરસાદ વરસતાની સાથે જ બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન સાપનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બે સર્પ પ્રણયક્રીડા કરતાં જોવા મળ્યા છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતું.
ADVERTISEMENT
સર્પોની પ્રણયક્રીડા જોવા માટે લોકો ઉમટી પડ્યા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામેં નેશનલ હાઇવે પાસે આવેલ એક ખેતરમાં સાપ પ્રણયક્રીડા કરી રહ્યા હતા. બીજી બાજુ ક્રીડા કરી રહેલા સર્પો અંગેની વાત ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ક્રીડા કરી રહેલા સર્પો એટલા મગ્ન હતા કે, ક્રીડાની કરી રહેલા સર્પોની જગ્યા પાસેથી વાહનો હોર્ન મારતા પસાર થઇ રહ્યા હોવા છતા, સર્પો ક્રીડા કરી રહ્યા હતા.
જુઓ વીડિયો
ધામણ સાપે કરી પ્રણયક્રીડા
નેશનલ હાઇવે ઉપર બાજુના ભાગે ભીડ દેખાતા પ્રથમ દ્રષ્ટિએ લોકો કોઈ ગંભીર અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવી દેતા હોય છે, અહીંયા પણ આજ પ્રકારના વિચાર સાથે લોકો ખેતમાં જોવા વાહનોમાંથી ઉતર્યા ત્યારે નજારો કઈક અલગ હતો. ભાગ્યેજ જોવા મળતાં સર્પ યુગલના પ્રણયક્રીડા કરતા દ્રશ્ય લોકો જોઈ રહ્યા હતા. રસ્તેથી જતા લોકો સર્પની પ્રણયક્રીડા જોતા પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવાં લાગ્યા હતા. લગભગ અડધો કલાક સર્પ યુગલ પ્રણયક્રીડા કર્યા બાદ ખેતરમાં અદ્રશ્ય થયુ હતું. સ્થળ પર પહોંચેલા ચીખલીના વાઈલ્ડ લાઈફ એનિમલ વેલ્ફરના હિમલ મહેતાએ આ સાપની ઓળખ કરી તે ધામણ નામથી ઓળખતા સાપ હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT