અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપે ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. વિધાનસભાના તમામ રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના સરકાર બનાવવાના ઓરતા અધૂરા રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસનો સત્તા વનવાસ શરૂ રહ્યો. હવે તો વિપક્ષ માંથી બેસવાના સપના પણ અધૂરા રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કયા પક્ષને કેટલા વોટ મળ્યા એ મહત્વનું છે. ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા જ મત મળ્યા છે
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે.લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.
કોને મળ્યા કેટલા મત
બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 12.9 ટકા મત મળ્યા છે. આ સાથે નોટને 1.57 ટકા મત મળ્યા છે. ભાજપને 16707957 મત મળ્યા છે. કોંગ્રેસને 8,683, 966 મત મળ્યા છે.આમ આદમી પાર્ટી ને 4112055 મત મળ્યા છે. નોટાને 501202 મત મળ્યા છે.
કોંગ્રેસને મોટો ફટકો
વર્ષ 2022ની ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામ્યો હતો. આ ચૂંટણીના જંગ સાથે છેલ્લા 22 વર્ષના ચૂંટણી પરિણામ પર નજર કરવામાં આવે તો 182 માંથી ભાજપ 130થી વધુ બેઠક એક પણ વખત મેળવી શક્યું ન હતું હવે તમામ રેકોર્ડ તોડયા છે. છેલ્લા 22 વર્ષની ચૂંટણી પર નજર કરવામાં આવે તો કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી ઘટ્યો નથી.પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસ ફક્ત 17 બેઠકમાં સમેટાઇ ચૂકી છે. અને 27.3 ટકા વૉટશેમાં કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો છે.
1990 થી વૉટશેર
વર્ષે 1990ની ચૂંટણી
વર્ષ 1990ની ચૂંટણી પહેલા ગુજરાતમાં 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની રણનીતિ ચાલી હતી અને 182માંથી 149 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઈ હતી પરંતુ ત્યાર બાદ કોંગ્રેસની પડતી શરૂ થવા લાગી. વર્ષ 1990ની ચૂંટણીમાં કુલ અપક્ષ સહિત 26 પક્ષ ચૂંટણીના રણ મેદાને હતા. જેમાં જનતા દળનો જાદુ જોવા મળ્યો હતો. જનતા દળને 70 બેઠક મળી હતી. ભાજપને 67 બેઠક. કોંગ્રેસને 33 બેઠક, યુવા વિકાસ પાર્ટી ને 1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 11 બેઠક મળી હતી. કોંગ્રેસ 149 બેઠકમાંથી 33 બેઠક પર આવી ચૂકી હતી છતા કોંગ્રેસનો વોટશેર 30.74 ટકા હતો, ભાજપનો વોટશેર 20.69 ટકા હતો અને જનતા દળનો વોટશેર 29.36 ટકા હતો.
વર્ષ 1995ની ચૂંટણી
વર્ષ 1995ની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 121 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 45 બેઠક અને અપક્ષ 16 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા આ ચૂંટણીમાં ભાજપના 42.51 ટકા વોટશેર હતો. જ્યારે કોંગ્રેસના 32.86 ટકા વોટશેર હતા અને અપક્ષ 18.71 ટકા વૉટશેર હતા. આમ 10 ટકા જેટલા ફેરફારમાંજ ભાજપ અને કોંગ્રેસની બેઠકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 27 પક્ષ મેદાને હતા.
વર્ષ 1998ની ચૂંટણી
વર્ષ 1998ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 19 પક્ષ ચુંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 117 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 53 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. જનતા દળના 4 ઉમેદવાર ઓલ ઈન્ડિયા રાજપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા. આ સાથે અપક્ષના 3 ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીનો એક ઉમેદવાર વિજેતા થયો હતો. ભાજપના 44.81 ટકા વોટશેર મળ્યો હતો. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 34.85 ટકા રહ્યો હતો. શંકરસિંહ વાઘેલાના રાજપા મોરચાનો વોટશેર 11.68 ટકા રહ્યો હતો. જનતા દળનો વોટશેર 2.63 ટકા અને અપક્ષનો વૉટશેર 5.24 ટકા રહ્યો હતો.
2002ની ચૂંટણી
વર્ષ 2022ની ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 21 પક્ષ મેદાને હતા. જેમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠક એટલે કે 127 બેઠક મળી હતી. કોંગ્રેસને 51 બેઠક અને જનતા દળને તથા અપક્ષને 2-2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 50 ટકા નજીક રહ્યો હતો. ભાજપનો વોટશેર 49.85 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 39.28 ટકા રહ્યો હતો. અને અપક્ષનો વોટશેર 5.72 ટકા રહ્યો હતો.
2007ની ચૂંટણી
આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 40 રાજકીય પક્ષો ચૂંટણીની જંગ લડ્યા હતા. જેમાંથી ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3 બેઠક, અપક્ષને 2 બેઠક તથા જેડીયુને 1 બેઠક મળી હતી. વોટશેરની જો વાત કરવામાં આવે તો ભાજપ ફરી 50 ટકા નજીક રહી હતી એટલે કે ભાજપનો વોટશેર 49.12 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38 ટકા હતો.
2012ની ચૂંટણી
આ ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 40 પક્ષ મેદાને હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 115 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી, સ્વ. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠક મળી હતી. એનસીપીને 2 તથા જેડીયુ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 47.85 ટકા રહ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38.93 ટકા, જીપીપીનો વોટશેર 3.63 ટકા અને અપક્ષનો 5.83 ટકા વોટશેર રહ્યો હતો .
2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની વર્ષે 2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચુંટણીના મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી, કોંગ્રેસને 77 બેઠકો, બિટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 49.1 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.4 ટકા હતો જ્યારે અપક્ષનો વોટશેર 4.3 ટકા હતો.
ADVERTISEMENT