સુરતમાં મતદાન પ્રક્રિયા સુસ્ત ગતિએ થતી જોવા મળી, લોકો 2-2 કલાક લાઈનમાં ઉભા રહ્યા

સુરતઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું. આ પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનાં ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. જોકે આ દરમિયાન સુરતમાં…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું. આ પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનાં ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. જોકે આ દરમિયાન સુરતમાં મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે અહીં ઘણા મતદાન મથકોમાં લાંબી લાઈનો લાગી હતી. વળી ઘણા લોકોને 2-2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.

મતદાન પ્રક્રિયા સુસ્ત રહી…
ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીમાં સુરત ખાતે ઘણા મતદાન મથકોમાં સુસ્ત મતદાન પ્રક્રિયા થઈ હતી. અહીં મતદાનની પ્રક્રિયા ઘણી ધીમી ગતિએ ચાલી રહી હતી. આના કારણે લોકોની લાંબી લાઈનો લાગી હતી. આવા જ કઈક દ્રશ્યો સુરતની જે.એચ. અંબાણી સ્કૂલ પર પણ જોવા મળ્યા હતા.

લોકો 2-2 કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા…
સુરતના ઘણા મતદાન મથકોમાં એટલી બધી પ્રક્રિયા ધીમી હતી કે લોકોને 2-2 કલાક સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. જેના પરિણામે થોડા કલાકો પછી મતદાન પ્રક્રિયામાં લોકોની અંદર જોશ ધીમે-ધીમે ઓછો થતો જોવા મળ્યો હતો. આ પણ ઓછા મતદાન પાછળનું એક કારણ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp