રાજકોટ: નોટબંધી બાદ પણ નકલી ચલણી નોટ સતત ઝડપાઇ રહી છે. રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આંગડિયા પેઢીઓમાં નકલી નોટો ઘૂસાડી અસલી ચલણ મેળવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે રાજ્યમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું છે. નકલી નોટ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું પોલીસ પ્રથમીક તારણ આપી રહ્યા છે.
ADVERTISEMENT
નકલી ચલણી નોટ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યમાં મોટું નકલી ચલણી નોટનું કૌભાંડ ઝડપી પડ્યું છે. આ કૌભાંડ આચરનારા પાંચ લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રારંભીક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં આ પાંચેય શખ્સોએ મળીને રાજકોટની અલગ-અલગ 12 જેટલી પેઢીઓમાં 35 લાખથી વધુની નકલી નોટો મોકલી દીધી હતી. અને તેના બદલામાં બીજા સ્થળ કે શહેરમાં અસલી નોટો મેળવી લીધી હતી.
આ રીતે ફૂટ્યો ભાંડો
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ રાજકોટના એ-ડિવિઝન વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં ભરત નામનો શખ્સ પાંચ લાખ રૂપિયા આપી ગયા બાદ થયો હતો. પોલીસે ભરત નામના શખ્સને પોલીસ મથકે બોલાવીને પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે એવું કહ્યું હતું કે તેણે છેલ્લા થોડા જ દિવસોમાં શહેરની 10થી 12 આંગડિયા પેઢીમાં 35 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ મોકલી અન્ય શહેરમાં આંગડિયા મારફત રૂપિયા મોકલાવ્યા હોય ત્યાંથી રોકડી કરી લીધી છે.
ઉના પંથકથી ડુપ્લિકેટ નોટ આવતી હોવાની ચર્ચા
ઉના શહેર અથવા પંથકમાંથી આ જાલીનોટ લાવવામાં આવતી હતી. અને રાજકોટની અલગ-અલગ આંગડિયા પેઢી મારફતે અન્ય શહેરમાં મોકલાવી ત્યાં પોતાના માણસો રાખીને ઓરીજનલ ચલણી નોટ મેળવી લેવામાં આવતી હતી. ત્યારે ક્યાં ક્યાં નકલી નોટો પોહચાડી તેને લઈ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
વિથ ઈનપુટ: નીલેશ શીશાંગીયા.રાજકોટ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT