રોનક જાની, નવસારી : રાજ્યમાં પોલીસ તંત્ર પર અનેક સવાલો સતત ઉઠયા છે. આ દરમિયાન હવે સ્થાનિક પોલીસ તંત્ર ઉંઘતું હોય ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી અને ગુન્હા ખોરી અટકાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નવસારીમાં સ્ટેટ વિજીલીન્સ દ્વારા એક મહિનામાં 3 મોટી રેડ કરી સ્થાનિક પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉભા કર્યા છે. આ સાથે દારૂ ભરેલ નાવડી સાથે આરોપી પકડવા 10 રાઉન્ડ ફાયરિંગ કરવમાં આવ્યાની ચર્ચાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો થયા છે.
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમે ગત રાત્રિએ મોટી કાર્યવાહી કરતા બીલીમોરા શહેર નજીક આવેલ ખાડી માં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગત રાત્રીના સમયે દરિયાઈ માર્ગેથી ખાડીમાં આવી રહેલ નાવડીને ઝડપી પાડવા માટે હવામાં અંદાજિત 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફિલ્મી દ્રશ્યો સર્જાયા
દમણથી દરિયાઈ માર્ગે શહેરમાં લાવવામાં આવતો 80 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડવા બુટલેગરો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાય હતા જેમાં રૂપિયા 2 લાખ 97 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો પરંતુ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠયા સવાલો
નવસારી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સ્ટેટ વિજિલન્સની ટિમ દ્વારા બાતમીને આધારે કાર્યવાહી કરી દારૂ ઝડપવામાં આવી રહ્યો છે. ત્યારે જીલ્લાની એજન્સી LCB અને SOG પોલીસ શું કરી રહી છે તેવા સવાલો ઊભા થયા છે. અગાઉ નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં અને ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપીલીધો હતો. અને ફરી એકવાર ગત રાત્રિએ બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરતા નવસારી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT