નવસારી : ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજનીતિ ગરમ થતી જઇ રહી છે. જો કે ગુજરાતમાં રાજનીતિ ક્યારે પણ લોહીયાળ નથી રહી. જો કે આ પહેલી વખત થઇ રહ્યું છે જ્યારે રાજનેતાઓ પર હૂમલાની ઘટનાઓ વધતી રહી છે. આપના મનોજ સોરઠીયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પણ હુમલો થયો હતો. જે બંન્નેના આરોપ ભાજપ પર લાગ્યા હતા. જો કે હવે ભાજપના નેતા જ હુમલાનો ભોગ બન્યા છે.
ADVERTISEMENT
નવસારીના બીલીમોરા શહેરમાં રાજનેતા પર હૂમલાની ઘટના સામે આવી છે. ચૂંટણી સમયે બીલીમોરા શહેરમાં લોહીયાળ હુમલો થયો હતો. ગણદેવી શહેર ભાજપ યુવા મોર્ચા પ્રમુખ પર જીવલેણ હુમલો થયો હતો. જો કે આ હુમલો અંગત અદાવતમાં થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અંગત અદાવતમાં ગણદેવી શહેર ભાજપ યુવા મોર્ચા પ્રમુખ પ્રિયાંક પટેલ પર થયો ઘાતક હથિયાર વડે હુમલો થયો હતો. ભાજપ યુવા મોર્ચા પ્રમુખ પ્રિયાંક પટેલ ને ઇજા ઇજા થતા બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આંતલિયા પોલીસ ચોકીથી માત્ર 200 ફૂટ અંતરે ઘાતક હુમલો થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
જો કે ઘટના અંગે માહિતી મળ્યા બાદ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યાં છે. હાલ તો હુમલાખોરની ઓળખ કરીને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો નેતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT