વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીના મેદાને બાજી મારવા નેતાઓ દિવસ રાત એક કરી રહ્યા છે. ચૂંટણીમાં હવે મતદારો પણ મેદાને ઉતરી ચૂક્યા છે. મહીસાગર બાલાસિનોર ના નવાગામના ગ્રામજનો દ્વારા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. લોકોને ગરીબો નુ અનાજ રાશન કાર્ડ અંતર્ગત અનાજ નહિ મળતા લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા.
ADVERTISEMENT
એક તરફ ગુજરાતમાં ચૂંટણીનોઈ માહોલ જામી ચૂક્યો છે. ગુજરાતમાં દરરોજ અનેક સભાઓ ગુંજવા લાગી છે. આ દરમિયાન મહીસાગર બાલાસિનોર ના નવાગામના ગ્રામજનો દ્વારા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. બાલાસિનોર નવાગામના ગ્રામજનો ગરીબોનુ અનાજ રાશન કાર્ડ અંતર્ગત અનાજ નહિ મળતા લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચારી છે.
નેતાઓ પર લગાવ્યો પ્રતિબંધ
નવા ગામમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવવામાં આવ્યા છે. ઘોર નિંદ્રામાં બેઠેલા અધિકારીઓની આંખ ન ખુલતા ગામ લોકોએ આપી ચૂંટણી બહિષ્કાર ની ચીમકી આપી છે. અનાજ નહી તો વોટ નહીં ની આપી ચીમકી આપી છે. આ સાથે કોઈ કોઈ રાજકીય પક્ષોના કાર્યકરોને ચૂંટણી પ્રચાર માટે આવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મામલતદાર કચેરએ રજૂઆત કરી
બાલાસિનોર તાલુકામા આવેલા નવગામા ખાતે નવગામા સેવા સહકારી મંડળી દ્વારા ઓક્ટોબર મહિનાનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા અપાતું મફત અનાજ બારોબાર સગેવગે થઈ ગયું હોય તેવી રજુઆત બાલાસિનોર મામલતદાર કચેરી અધિકારીઓને કરવામાં આવી છે
આ છે સળગતો સવાલ
બાલાસિનોર તાલુકાના નવગામા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધીએ પૂજાભાઈ બાબરભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નવગામા સેવા સહકારી મંડળીમાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઓક્ટોબર મહિનાનું અનાજના ના મળતા ગ્રામજનો દ્વારા મને રજુઆત મળતા બાલાસિનોર મામલતદાર સહિત જિલ્લા કક્ષાએ રજુઆત કરી છે તેમજ નવગામા ગામના આગેવાન ઉદેસિંહ દબાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમારી મંડળીમાં સરકારી ગોડાઉનમાંથી 14 ઓક્ટોબરના રોજ અનાજ જથ્થો ફાળવેલ હોવાથી આજદિન સુધી ગ્રાહકોને મળેલ નથી સરકારે આપલે મફત અનાજ ગયું ક્યાં તેવો સવાલ ગ્રામજનોમાં સળગતો સવાલ બન્યો છે.
અનાજની પાવતી આપવામાં આવતી નથી : ગ્રાહકો
આ બાબતે સહકારી મંડળીના ગ્રાહક પુનાભાઈએ જણાવ્યું હતું કે અમે દર મહિને અનાજ લેવા જઈએ છીએ પરંતુ અમને કેટલું અનાજ મળે છે એ અમને ખબર નથી અનાજની કુપન માટે અંગુઠો મુકાવવામાં આવે છે પણ કુપન આપતા નથી દર મહિને અનાજ પણ ઓછું આપે છે
બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે.
બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા. બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થશે.
ADVERTISEMENT