મહિસાગરમાં કિસાન કેન્દ્ર પર ખાતર ન મળતા સૂત્રોચ્ચાર, સરકારના દાવાઓ સામે ખેડૂતોમાં રોષ!

મહિસાગરઃ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. આ દરમિયાન તેમને ખાતરનો પુરવઠો ન મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આની સાથે…

gujarattak
follow google news

મહિસાગરઃ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. આ દરમિયાન તેમને ખાતરનો પુરવઠો ન મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આની સાથે મહિલાઓ પણ ખાતર લેવા માટે ડેપો ખાતે લાઈનમાં ઉભી રહી ગઈ હતી. એટલું જ નહીં ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર ન મળતા તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક બાજુ સરકાર દાવા કરી રહી છે કે તમામ ખેડૂતોને યોગ્ય માત્રામાં ખાતર મળી રહ્યું છે. ત્યારે બીજીબાજુ લુણાવાડા શહેરમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…

મહિલાઓ પણ લાઈનો લગાવી ઉભી
ખેડૂતોને ખાતર ન મળતા રોષ ઉઠ્યો છે. ત્યારે બીજી બાજુ મહિલાઓ પણ લાઈનો લગાવીને ખાતર લેવા માટે ઉભી હતી. આ દરમિયાન તેમને પૂરતી માત્રામાં ખાતર આપવા માટે પણ ખેડૂતો આગ્રહ કરી રહ્યા છે. એટલું જ નહીં ખેડૂતોએ તો સૂત્રોચ્ચાર પણ શરૂ કરી દીધા છે. કલાકોથી લાઈનોમાં ઉભા રહ્યા છતા તેમને ખાતર મળી રહ્યું નથી.

આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

સેંકડો ખેડૂતો લાઈનો લગાવી ઉભા રહ્યા
500થી વધુ ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા. જોકે તેમને યૂરિયા ખાતર ન મળતા ઉગ્ર વિરોધ કર્યો હતો. એક બાજુ સરકાર દાવો કરી રહી છે કે યોગ્ય માત્રામાં લોકોને ખાતર મળી રહે છે. તો બીજી બાજુ લુણાવાડા શહેરમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આગળ આ પ્રશ્નનો શું નિવેડો આવે છે એ પણ જોવાજેવું રહ્યું.

આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…

With Input: વિરેન જોશી

    follow whatsapp