લુણાવાડામાં ભાજપના નેતા અપક્ષ માટે વોટ ખરીદવા નીકળ્યા, લોકોએ તતડાવ્યા અને કર્યો વિડીયો વાયરલ

રોનક જાની, મહીસાગર: આજે બીજાતબક્કાના મતદાનના પ્રચાર માટે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 કલાકે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. અને ડોર ટુ ડોર પ્રચારને…

gujarattak
follow google news
રોનક જાની, મહીસાગર: આજે બીજાતબક્કાના મતદાનના પ્રચાર માટે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 કલાકે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. અને ડોર ટુ ડોર પ્રચારને વેગ મળશે. આ દરમિયાન  લુણાવાડા એપીએમસી ચેરમેન ભાજપ નેતા ગોવિદ પટેલ અપક્ષ માટે  વોટ ખરીદવા નીકળ્યા હતા જ્યાં ગ્રામજનોએ તેમની ઝાટકણી કાઢી જાકારો આપી ઘર બહાર કાઢ્યા હતા અને જેનો વીડિયો તેમજ ઓડિયો વાયરલ થયો છે.
સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થવાનું છે.    પ્રચારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે લુણાવાડા વિધાનસભા બેઠક માટે રાજકરણ ફરી એકવાર ગરમાયું છે. લુણાવાડા એપીએમસી ચેરમેન ભાજપ નેતા ગોવિદ પટેલ લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જે પી પટેલ માટે વોટ ખરીદવા પોતના કોઠબ્બા ગામના આજુબાજુના વિસ્તારમાં નીકળ્યા હતા. ગોવિંગ પટેલને મતદારોએ કડવો અનુભવ કારવ્યો.  ગ્રામજનોએ તેમને જાકારો આપી સ્પષ્ટ સુણાવી દીધું હતું કે તમે ગ્રામજનોને ભોળવવાનું બંધ કરી દો અને વોટ ખરીદવાની વાત ન કરો નહીતો ભૂલ પડશે તમે જે પી પટેલ માટે કેમ અહીં આવ્યા છો અને કેમ રૂપિયાની વહેંચણી કરો છો અહીંયા આવું નહિ ચાલે તેમ કહી ગ્રામજનોએ ગોવિંદ પટેલને બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો ઓડિયો તેમજ વીડિયો બનાવી લીધો હતો અને જે વાયરલ પણ કરી દેવામાં આવશે તેમ ગોવિદ પટેલને જણાવતા ભૂલ થઈ ગઈ તેમ કહી ગોવિદ પટેલ બહાર નીકળી ગયા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો તેમજ ઓડિયો વાયરલ થયો છે જેની પુષ્ટિ ગુજરાત તક કરતું નથી.

    follow whatsapp