ઇસુદાન ગઢવીએ અમિત શાહ પર કર્યા પ્રહાર કહ્યું, ભાજપને મત આપશો તો જય શાહને મળશે નોકરી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભાગવંત માન ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગુજરાતના કચ્છમાં આજે અરવિંદ કેજરીવાલના કચ્છમાં જાહેર…

gadhvi

gadhvi

follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભાગવંત માન ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગુજરાતના કચ્છમાં આજે અરવિંદ કેજરીવાલના કચ્છમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં ઇસુદાન ગઢવીએ કચ્છની આરોગ્ય સેવાને લઈ મહત્વની ગેરેન્ટી આપી છે. આ સાથે તેમણે જય શાહનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા છે. કહ્યું ભાજપને મત આપશો તો અમિત શાહના દીકરાને નોકરી મળશે.

ઇસુદાન ગઢવી એ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કચ્છમાં 75 વર્ષથી ભાજપની સરકાર જોઈ લીધી. નર્મદાનાપાણી અંગે ગઢવીએ પ્રહાર કરતાં કહ્યું કે, ક્યાંય નર્મદાનું પાણી પહોંચ્યું? આ સાથે આરોગ્ય સેવાને લઈને ઇસુદાન ગઢવીએ ગરેન્ટી આપતા કહ્યું કે, કોઈ મોટી હોસ્પિટલ કચ્છમાં નથી. આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે ખાનગી હોસ્પિટલને ટક્કર આપે તેવી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે. હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના રોગ હોય તેમ 1 લાખ નો ખર્ચ હોય કે એક કરોડ નો ખર્ચ હોય. તમામ પ્રકારની સારવાર કચ્છમાં ફ્રીમાં મળશે. અત્યારે અમદાવાદ અને રાજકોટ જવું પડશે. હવે તે દિવસો નહીં આવવા દઈએ.

ખેડૂત મામલે આપી ગેરેન્ટી
મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. ખેડૂતના ખેતરમાં પૂરતું વળતર આપ્યા વગર અને ખેડૂતની ઈચ્છા વગર ખેડૂતના ખેતરમાં જવામાં નહીં આવે. ખેડૂતના 2 લાખ રૂપિયા સુધીના દેવ માફ કરી દેવામાં આવશે. દોઢ વર્ષમાં સિંચાઇનું પાણી તેના ખેતરમાં પહોંચાડવામાં આવશે. શિક્ષણ અંગે જાહેરાત કરતાં કહ્યું કે, બાળકો કડકડાટ ઇંગ્લિશ બોલે તેવી શાળાઓ અહી બનાવવામાં આવશે. આ કેજરીવાલની સરકારમાં જ થઈ શકે.

હેલમેટ પહેરવા અંગે કરી મહત્વની જાહેરાત
કચ્છમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભામાં ઇસુદાન ગઢવીએ હેલ્મેટ મામલે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, હેલ્મેટ મામલે પોલીસનો કોઈ વાંક નથી ઉપરથી ઉઘરાણી કરવામાં આવે છે. આપડે વચલો રસ્તો કાઢીશું. સ્પીડ લિમિટમાં જ હેલ્મેટ પહેરવું પડશે. કાગળિયા માટે સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી. મિસકોલ મારજો અધિકારીઓ તમારી ઘરે આવી કામ કરી જશે.

વડાપ્રધાન પર સાધ્યું નિશાન
ભાજપમાં નેતા પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં 70 વર્ષના નેતા છે. તેમણે હવે બેસવું જોઈએ. તે હવે દોડી પણ નથી શકતા. પાર્ટી કહે આટલે બેસી જાય. પં હવે યુવાનોનો જમાનો છે અને આપડે 18 કલાક નહીં 19 કલાક કામ કરનાર છીએ.

અમિત શાહ પર સાધ્યું નિશાન
અમિત શાહ પર નિશાન સાધતાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપ વાળા મત માંગવા આવશે તે અમિત શાહના દીકરાને નોકરી અપવવા માટે આવશે. આપડા માટે તો પેપર ફોડી નાખે છે. જો તમારે રાહુલ ગાંધીને મોટો બનાવવો હોય તો તમારે કોંગ્રેસમાં મત આપવાનો. પણ જો તમારા દીકરા દીકરીને મોટા બનાવવા હોય તો તમારે કેજરીવવાલ પર વિશ્વાસ મૂકવો પડશે અને કેજરીવાલની સરકાર બનાવવિ પડશે.

    follow whatsapp