કપડવંજમાં 20 હજાર રૂપિયાનું થયું ત્રણ લાખ ત્રીસ હજાર વ્યાજ, વ્યાજખોરો સામે પોલીસ કરી આ કાર્યવાહી

હેતાલી શાહ, ખેડા: વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા નાણા ધીરધાર કરનાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યવ્યાપી આ ઝુંબેશમા આજે પ્રથમ…

gujarattak
follow google news
હેતાલી શાહ, ખેડા: વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા નાણા ધીરધાર કરનાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યવ્યાપી આ ઝુંબેશમા આજે પ્રથમ ફરિયાદ ખેડા જિલ્લામાં નોંધાઈ છે. કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધિરનાર સામે  કપડવંજ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી છે.
એક તરફ વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે તેના પર સરકારે હવે લાલ આંખ કરી છે. અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15 ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા હતા. જોકે 20 હજારના સિધા 3 લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની એટલે કે ઊંચા વ્યાજદર લેતા સમગ્ર મામલે ફરિયાદ નોધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં વ્યાજખોરોની  અટકાયત પણ કરી દેવામાં આવી છે.
ગાય માટે પૈસા લીધા હતા વ્યાજે 
કપડવંજ તાલુકાના અંકલઈ પ્રતાપપુરા ગામે રહેતા 40 વર્ષીય મહિલાએ લગભગ એકાદ વર્ષ પહેલા તેમના સંતાનોને દૂધ માટે તેમના સંબંધી પાસેથી  ગાય વેચાણ અર્થે રૂપિયા 30 હજારમાં રાખેલ હતી. જેના રૂપિયા 10 હજાર ભરી દીધા હતા. તો બાકી નીકળતા રૂપિયા 20 હજાર ભરવાના હતા. 20 હજાર રૂપિયા તેણે  કપડવંજના આંબલીયારા ગામના મુન્નીબેન પંજાબસિહ સેનવા, પંજાબસિહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિહ સેનવા પાસેથી 15 ટકાના દરે  વ્યાજે લીધા હતા
ધમકી આપી બીજા 20 હજાર આપવા કહ્યું 
જેમાં દર 10 દિવસે રૂપિયા 3 હજરનો વ્યાજનો હપ્તો ચૂકવવાની વાત કરવામાં આવી હતી. આબાદ તેના પતિની હાજરીમાં આ લોકો 10-10 દિવસના સમય અંતરે આવી રૂપિયાનો બાંધેલો હપ્તો લઈ જતા હતા. છેલ્લો આઠમો હપ્તો લેવા આવ્યા ત્યારે સામેવાળા વ્યાજખોરેએ જણાવ્યું કે, વ્યાજના કુલ રૂપિયા 24 હજાર આવી ગયેલ છે. તો મૂડી બાકી છે તો સામે મહિલા અને તેના પતિએ કહ્યું કે અમોએ તમારા પૈસા આપી દીધા છે. હપ્તા પૂરા થઈ ગયા છે. તેમ કહેવા જતા તમામ વ્યાજખોરો આ દંપતિ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ધાકધમકી આપી બીજા તાત્કાલિક 20 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું.
માર મારી કોરા ચેકમાં કરાવી સહી 
તેથી આ દંપતિએ બીકના માર્યા સખીમંડળમાંથી લોન ઉપાડી તેઓને રૂપિયા 20 હજાર  કપડવંજ ખાતે આપ્યા હતા. બાદમા નાણા ધિરાણ કરનાર મુન્નીબેન તથા પંજાબસિહ બંને જણા ગત 25 ઓગસ્ટ 2022ના રોજ આ દંપતીના ઘરે ગયા હતા. અને જણાવ્યું કે, હજુ વ્યાજનું વ્યાજ ગણતા આશરે 3 લાખ 30 હજાર રૂપિયા તમારે બાકી નીકળે છે. તે તાત્કાલિક રૂપિયા આપી દો, તેમ કહેતા આ દંપતિએ જણાવ્યું કે, તમારા પૈસા વ્યાજ સહિત આપી દીધા છે. જેથી મહિલાના પતિને આ વ્યાજખોરોએ ગડદાપાટુનો માર માર્યો હતો. અને મહિલાના પતિ પાસેથી બળજબરી પૂર્વક એચડીએફસી બેન્કના ખાતાનો કોરો ચેક સહી કરાવી મેળવી લીધો હતો.
જાણથી મારી નાખવાની આપી ધમકી
વકીલ મારફતે નોટિસ મળતા જાણ થઈ કે  બળજબરીથી લઈ લીધેલ કોરા ચેકમાં રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારની રકમ ભરી ચેક બેંકમાં વટાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખાતામાં નાણાં ન હોવાથી ચેક પરત થયો હતો.  અને તેની ફરિયાદ પણ આ બંને વ્યક્તિઓએ દંપતિ વિરુદ્ધ કરી હોવાની  માહિતી તેઓને મળી હતી. ત્યારબાદ ગત 21મી ડિસેમ્બરના રોજ  કપડવંજ કોર્ટમાં ચેકના કેસની મુદત માટે હાજર રહ્યા હતા. તે વખતે કોર્ટની બહાર  ધમકી આપી કે  ત્રણ લાખ ત્રીસ હજાર વ્યાજ પેટે બાકી નીકળે છે. તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે ઝઘડો કર્યો હતો.
નાણાં ધિરાણ કરનારની કરી અટકાયત
આ વ્યાજખોરોએ નાણા ધિરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણા આપી સરકારના નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ મેળવી વધુ નાણા વસૂલતાનો મામલો સામે આવ્યો છે.  સમગ્ર મામલે ભોગ બનેલ મહિલાએ કપડવંજ ટાઉન પોલીસમાં નાણાં ધિરાણ કરનાર આંબલીયારા ગામના મુન્નીબેન પંજાબસિહ સેનવા, પંજાબસિહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિહ સેનવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાણાં ધિરધાર અધિનિયમ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમા કપડવંજ પોલીસે ગણતરીના કલાકોમાજ ત્રણેય નાણાં ધિરાણ કરનારની અટકાયત કરી છે.
    follow whatsapp