દર્શન ઠક્કર, જામનગરઃ રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તેમ જાહેરમાં હુમલો કરવાના અનેક બનાવ સામે આવે છે. જામનગરના ગુલાબનગરમાં ચાર શખ્સોએ કાચની દુકાનના માલિક પર હુમલો કર્યો.પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. સરા જાહેરમાં અસામાજિક તત્વો પાઈપ, ધોકા અને હથિયારો વડે કાચ ફિટિંગની દુકાન ધરાવતા વ્યક્તિ પર તૂટી પડ્યાં હતા. તેમના આ હીંચકારા હુમલાને કારણે દુકાનદાર ઈજાગ્રસ્ત થયો હતો. તો બુકાનીધારી શખ્સોએ હથિયારો વડે કરેલા હુમલાને કારણે દુકાનમાં અને બહાર પડેલા વાહનોમાં મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. ગાડીઓના કાચ તૂટી ગયા હતા.
હુમલાની ઘટના CCTVમાં કેદ
હુમલાની આ સમગ્ર ઘટના CCTV કેમેરા કેદ થઈ હતી. જેમાં ચાર શખ્સો લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે દુકાનમાં પ્રવેશ કરે છે અને ગાડીઓ પર અને દુકાનદાર પર હુમલો કરતા નજરે પડે છે.જો કે તાત્કાલિક જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચુકી હતી અને તમામ ચારેય હુમલાખોરોને પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમને શા માટે હુમલો કર્યો તેના કારણ અને કોણ છે આ લોકો જે આટલી ક્રુરતાથી દુકાનદાર પર તૂટી પડ્યા હતા તે તમામ કેસ પર પોલીસ પુછપરછ હાથ ધરશે ત્યારબાદ જ સમગ્ર ઘટનાની માહિતી સામે આવશે.
આ પણ વાંચો,..મોરબી નગરપાલિકા સરકારની નોટિસનો પણ જવાબ નહીં આપે, સામાન્ય સભામાં લેવાયો નિર્ણય
જામનગરમાં છે લુખ્ખા તત્વોનો ત્રાસ
જો કે આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગુલાબનગર વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો હતો. 18 જાન્યુઆરીએ એટલે કે છ દિવસ પહેલા પણ એક હૉટલ સંચાલકોએ છરી વડે હુમલો કર્યો હતો. ગુલાબનગર નજીક મોહનનગરમાં રહેતા અને નાગનાથ ગેટ પાસે રેસ્ટોરંટ ધરાવતા વેપારી સાથે પાર્સલ બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સોએ વેપારી પર છરીથી હુમલો કર્યો હતો જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT