અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે 1લી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે મતદાન યોજાઈ ગયું. પ્રથમ ચરણમાં 19 જિલ્લાની 89 બેઠકો પર 62.89 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે પ્રથમ ચરણમાં 7 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. જોકે મતદાન ઓછું થતા છેલ્લે સુધી નેતાઓમાં ડર જોવા મળ્યો હતો અને લોકોને ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે અપીલ કરતા જોવા મળી રહ્યા હતા.
ADVERTISEMENT
ભાજપે જીતેલી 50 બેઠકો પર વોટિંગ ઘટ્યું
વર્ષ 2017ના ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો કુલ 89 પૈકી 50 બેઠકો ભાજપને મળી હતી અને તેમાં આ વખતે 8 ટકા જેટલું મતદાન ઓછું થયું છે અને કુલ સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તેની સામે કોંગ્રેસે જીતેલી કુલ 36 બેઠકો પર 6.50 ટકા જેટલું મતદાન નીચું ગયું છે અને આ બેઠકો પર કુલ મતદાન 61 ટકા જેટલું રહ્યું છે.
પાટીદાર બેઠકો પર મતદાન ઘટ્યું
વર્ષ 2017માં 23 પાટીદાર બેઠકો પર 64.43 ટકા સરેરાશ મતદાન થયું હતું જ્યારે આ વખતે મતદાન ઘટીને 58.59 ટકા થયું હતું. 2017માં આ 23 બેઠકોમાંથી ભાજપને 11, કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. બીજી તરફ 14 આદિવાસી બેઠકો પર પણ મતદાન ઘટ્યું છે. વર્ષ 2017માં આ વિસ્તારોમાં 77.83 ટકા મતદાન થયું હતું, તેની સામે આ વખતે 69.86 ટકા મતદાન થયું છે. 2017માં આ 14 બેઠકોમાંથી ભાજપને 5, કોંગ્રેસને 7 અને બે બેઠકો અન્યના ફાળે રહી હતી.
કોંગ્રેસના ગઢમાં સૌથી વધુ મતદાન
2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે. તાપીની વ્યારા બેઠકો પર 65.97 અને નિઝરમાં 77.87 ટકા મતદાન થયું છે. PM મોદીએ આ વખતે આદિવાસી વિસ્તારમાં વધુ સભાઓ અને રેલીઓ કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મતદાનના વધેલા આંકડા કઈ પાર્ટીને ફળતે તે તો 8મી તારીખે જ જાણી શકાશે.
2017 અને 2022માં થયેલા મતદાનનો જિલ્લા મુજબ આંકડો
ADVERTISEMENT