ગોધરામાં કોંગ્રેસની સભામાં ભીડ બેકાબૂ થતા ભાગદોડ મચી, સાંસદે સભા છોડીને ભાગવું પડ્યું

ગોધરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા દિગ્ગજ નેતાઓ જનસંવાદ કરતા નજરે પડ્યા હતા. ત્યારે ગત રાત્રે કોંગ્રેસની સભામાં સાંસદ ઈમરાન પ્રતાપગઢીને જનતાએ ઘેરી લીધા હતા. તેમની…

gujarattak
follow google news

ગોધરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા દિગ્ગજ નેતાઓ જનસંવાદ કરતા નજરે પડ્યા હતા. ત્યારે ગત રાત્રે કોંગ્રેસની સભામાં સાંસદ ઈમરાન પ્રતાપગઢીને જનતાએ ઘેરી લીધા હતા. તેમની સાથે કોંગ્રેસના ઉમેદવારને પણ ઘેરતા જોવાજેવી થઈ હતી. નોંધનીય છે કે અહીં સભામાં વધુ પડતી ભીડ હોવાથી અને રાજકીય નિવેદનબાજીથી મામલો બીચક્યો હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. આના પરિણામે ભીડમાં અંદરો અંદર પડાપડી થતા સાંસદ ઈમરાન પ્રતાપગઢી સહિત કોંગ્રેસના દિગ્ગજોએ સભા સ્થળ છોડી ભાગવું પડ્યું હતું.

જાણો સમગ્ર ઘટનાક્રમ…
ગોધરાના અશરફી મસ્જિદ પાસે ગ્રાઉન્ડમાં આયોજિત કોંગ્રેસની સભામાં ભીડ બેકાબુ બની ગઈ હતી. આ દરમિયાન સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પોતાના સંબોધનમાં બિલકિસ બાનો મુદ્દે નિવેદન આપ્યું હતું. આની સાથે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાજકીય નિવેદનબાજીમાં જ્યારે ઔવેસી પર નિશાન સાધ્યું ત્યારે સભામાં અંદરો અંદર લોકો એકબીજા સાથે ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો બીચક્યો હતો.

ભાગદોડ થતા સાંસદે સભા સ્થળ છોડ્યું…
ગોધરામાં ભાગદોડ થતા જોતજોતામાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અંદર અંદર પણ સભામાં હાજર લોકો એકબીજા સાથે વિવાદમાં ઉતરી ગયા હતા. આને કારણે નાસભાગ થતા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સભાસ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.

With Input: શાર્દૂલ ગજ્જર

    follow whatsapp