સંજય રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનું કરી સમાપ્ત થઈ ચૂક્યું છે. ત્યારે આજે કંચન ઝરીવાલાએ સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટી માંથી પોતાનું ફોર્મ પરત ખેચતા રાજકીય માહોલ ગરમાયો છે. કંચન ઝરીવાલાને આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે કંચન ઝરીવાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, મે અંતરાત્માનો આવાજ સાંભળી અને દેશ વિરોધ નાએ ગુજરાત વિરોધી પાર્ટી માંથી ચૂંટણી ન લડવાનું મન બનાવી અને ઉમેદવારી પત્ર કોઈ દબાણ વગર પાછી ખેચી છે.
ADVERTISEMENT
કંચનલાલ ઝરીવાલા એ વિડીયો કર્યો શેર
કંચનલાલ ઝરીવાલા એ વિડીયો શેર કર્યો છે તેમ કહ્યું કે, નમસ્કાર મિત્રો હું કંચનલાલ ઝરીવાલા, આથી જાણવું છું કે સુરત પૂર્વ વિધાનસભા માંથી, આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હતી. અને પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું. પ્રચાર દરમિયાનમાં અમારા વિસ્તારના નાગરિકો દ્વારા અમને વારંવાર કહેવામાં આવતું હતું કે, તમે દેશ વિરોધી છો. ગુજરાત વિરોધી છો. પાર્ટી માંથી ઉમેદવારી કરી છે તેમાં અમે તમને સમર્થન આપીશું નહિ. મારા વિસ્તારના લોકોનો આવો પ્રતિભાવ મળતા. મારો અંતરાત્મા ખખળી ઉઠ્યો હતો અને મે અંતરાત્માનો આવાજ સાંભળી અને દેશ વિરોધ નાએ ગુજરાત વિરોધી પાર્ટી માંથી ચૂંટણી ન લડવાનું મન બનાવી અને ઉમેદવારી પત્ર કોઈ દબાણ વગર પાછી ખેચી છે.
પોલીસ પ્રોટેક્શન માંગ્યું
કંચન ઝરીવાલાએ એક પત્રમાં લખ્યું કે, હું કંચનલાલ લલ્લુભાઈ જરીવાળા, મેં આમ આદમી પાર્ટીમાંથી 159 સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાંથી મારી રાજીખુશીથી ઉમેદવારીપત્ર પાછું ખેંચેલ છે. મને આપ પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી અસલમ સાયકલવાળાના માણસો મને જાનથી મારી નાંખે તેવો ડર છે. મારું રક્ષણ કરવા માટે અને મારા ઉપરોક્ત નિવાસસ્થાને આજે સાંજે ૪.૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવા અને મીડીયાને મારી વાત રજૂ કરવા માંગું છું. તો પ્રેસ કોન્ફરન્સમાં પણ મને પોલીસ રક્ષણ મળે તથા મારા પરિવારજનોનું રક્ષણ મળે તેમ કરવા હું આજીજીપૂર્વક અરજી કરું છું.
ADVERTISEMENT