જામનગરઃ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.
ADVERTISEMENT
વિમાનમાં બોમ્બ મળી આવ્યો હોવાનો સંદેશ
મોસ્કોથી ગોવા જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું કાલે રાત્રે 10 વાગ્યે જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કારણ કે આ વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર વહેતા થયા હતા. ફ્લાઈટના તમામ 236 યાત્રિઓ અને ચાલક દળના 8 સભ્યોને સુરક્ષિત જામનગર એરપોર્ટ પર સ્થળાંતર કરી દેવાયા છે.
236 મુસાફરોના જીવ પડીકે બંધાયા
જામનગર એરપોર્ટ પર હાલ ભારે ચકચાર ભર્યો માહોલ છે. એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જનારી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. અહીં બોમ્બની અફવાને કારણે આ નિર્ણય તાત્કાલીક લેવો પડ્યો અને તાત્કાલીક ધોરણે લગભગ જામનગરનું જવાબદારી સાથેનું તમામ તંત્ર અહીં દોડી ગયું હતું. પોલીસ સ્ટાફ, એમ્બ્યૂલન્સ, અધિકારીઓ વગેરે ત્યાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટમાં અંદાજીત 236 મુસાફરો હતા. જે તમામનો જીવ જાણે અચાનક પડીકે બંધાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
બોમ્બ હોવાનો ઈમેઈલ
કલેક્ટર સહિત બોમ્બ સ્ક્વોડ પણ સ્થળ પર દોડી ગયું હતું. Goa ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈમેઈલ મળ્યો હતો અને તેના કારણે આ ફ્લાઈટને તુરંત ઈમર્જન્સી લેન્ડ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હાલ મળતી માહિતી પ્રમાણે અહીં કોઈ ગંભીર બાબત નથી, આ અફવા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે તંત્ર સતત તપાસમાં લાગેલું છે. ઉપરાંત આ ફ્લાઈટ જામનગર ઉપર છેલ્લી 20 મીનિટથી ફરતું રહ્યું હોવાની પણ વિગતો મળી છે પરંતુ પ્રારંભીક ધોરણે મળેલી આ માહિતીને કોઈ સત્તાવાર આધાર મળી રહ્યો નથી.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું
અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.
પાટણમાં હિટ એન્ડ રનની દર્દનાક ઘટના, દીકરીને ઘરે જતા દંપતીનું ઘટનાસ્થળે મોત
શહેરમાં શોકિંગ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાટણમાં ઊંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપરુ પાસે જવાના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. એક નંબર પ્લેટ વિનાના વાહને દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન ઘટનાસ્થળ પર જ દંપતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર શખસની પણ ઈલેક્ટ્રિક સિમેન્ટ પોલ સાથે ટક્કર થઈ ગઈ હતી. આના કારણે તે ઘટનાસ્થળે જ પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT