છોટાઉદેપુરમાં પણ EVM મશીન ખોટકાઈ જતા મતદારો અટવાયા, 40 મિનિટ સુધી હાલાકી વેઠી

છોટાઉદેપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે સવારે 8 વાગ્યાથી જ લાંબી કતારોમાં લોકો પોતાનો મત આપવા માટે આવી રહ્યા…

gujarattak
follow google news

છોટાઉદેપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે સવારે 8 વાગ્યાથી જ લાંબી કતારોમાં લોકો પોતાનો મત આપવા માટે આવી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ એક પછી એક મત પડતા EVM મશીન બંધ પડી ગયા હતા. છોટાઉદેપુર સંખેડાના વંકલા ગામ ખાતે EVM મશીન ખોટકાઈ જતા મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે અત્યારે ટેકનિકલ ખામીના કારણે ઘણા વિસ્તારોના મશીન ખોટકાઈ ગયા હતા.

40 મિનિટ પછી મતદાન શરૂ…
સંખેડાના વંકલા ગામ ખાતે ઈવીએમ મશીન ખોટકાઈ ગયું હતું. એના કારણે મશીનમાં ખામી સર્જાતા મતદારોની લાંબી કતારો બહાર લાગવાની શરૂ થઈ ગઈ હતી. એટલું જ નહીં ટેકનિકલ ખામીના કારણે મતદાન પ્રક્રિયામાં વિલંબ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી હતી. જોકે 40 મિનિટ સુધી મહેનત કર્યા પછી મશીન ફરીથી ચાલુ થતા મતદાન શરૂ થઈ ગયું હતું.

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp