કૌશિક જોશી/ઉમરગામઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જોર શોરથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં ઉમરગામ ખાતે AAPના ભગવંત માનના રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. આને જોતા થોડા સમય માટે આસપાસનો માહોલ ગરમાઈ ગયો હતો. જોકે ત્યારપછી સ્થાનિક પોલીસ એક્શનમાં આવતા જોવાજેવી થઈ હતી. જાણો સમગ્ર ઘટનાક્રમ…
ADVERTISEMENT
ભગવંત માને ચૂંટણી પ્રચાર કર્યો…
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડશો યોજ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલ 2017 માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
રોડ શો અને સંબોધન સમયે લાગ્યા મોદી-મોદીના નારા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોકભાઈ પટેલ પણ આ રોડશોમાં જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડશો અને સંબોધન દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેના કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અહીં ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ મોદી-મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને સ્થળથી દૂર કર્યા હતા.
અશોક પટેલે કહ્યું કે આમ આદમી પાર્ટીની જીત હવે પાક્કી છે. તેથી જ ભાજપના કાર્યકર્તાઓ આ પ્રમાણે કૃત્ય કરી રહ્યા છે. વળી ભાજપ ગભરાઈ ગયું હોવાથી આમ કરતુ હોવાનો આરોપ પણ લગાવી રહ્યો છે.
ADVERTISEMENT