ગાંધીનગર: આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આજની કેબિનેટ બેઠકમાં પેપર લીક કૌભાંડને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંગે જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિધાનસભાની અંદર 3 થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવવામાં આવશે. જેમનું ડ્રાફટિંગ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પેપરલીક મામલે સરકાર હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે . સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. IPS હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી. ત્યારે પેપર લીક મામલે હવે સરકાર કાયદો બનાવવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: ટેકાના ભાવને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો ક્યારે શરૂ થશે ખરીદી
પેપર જ્યાં થી છપાઈ છે અને સેન્ટર સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં જય પણ ગેરરીતિ થઈ રહી છે. પેપર ગુજરાત સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં 3 થી 7 વર્ષની જોગવાઈનું વિધેયક વિધાનસભામાં લાવવામાં આવશે. બિલ લગભગ ડ્રાફટિંગના અંતિમ તબક્કામાં છે. આ વિધાનસભામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને ગેરરીતિ કરનારને બીક લાગે તેવું બિલ લાવવાના છીએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT