અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે મંદીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટરમાં 2022માં સારા સમાચાર આવ્યા છે. નવરાત્રી અને દશેરાના પર્વમાં ઓટો સેક્ટરમાં ફરી તેજી જોવા મળી છે. દશેરાના દિવસે રાજ્યભરમાં 100થી વધુ મર્સિડિઝ, BMW, AUDI જેવી લક્ઝુરિયસ કારનું વેચાણ થયું છે. બીજી તરફ ટુ-વ્હીલર તથા ઈલેક્ટ્રિક વાહનોનું પણ વેચાણ થયું હતું.
ADVERTISEMENT
ટુ-વ્હીલર અને કારનું ધૂમ વેચાણ
અમદાવાદની વાત કરીએ તો દશેરાના દિવસે જ 2200 જેટલા વાહનોનું વેચાણ થયું હતું. જેમાં 1700 જેટલા ટુ-વ્હીલર તથા 500 જેટલી કાર અને 160થી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જેની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુ છે. શહેરના વાહન ડીલરોના અંદાજ મુજબ નવરાત્રીથી શરદ પૂનમ સુધીમાં 3500થી વધુ કાર તથા 10,000થી વધુ ટુ-વ્હીલરનું વેચાણ થાય તેવો અંદાજ મૂકાયો છે.
કેટલી કિંમતના કયા વાહનો વેચાયા
અમદાવાદના ઓટો ડીલરો મુજબ, દશેરાએ રૂ. 80 હજારની કિંમતના અંદાજે 1000 ટુ-વ્હીલર તથા રૂ. 2 લાખની આસપાસની કિંમતના 700 એમ કુલ 1700 ટુ-વ્હીલરનું વેચાણ થયું. જ્યારે 1.40 લાખની કિંમતના 160 જેટલા ટુ-વ્હીલરનું પણ વેચાણ થયું હતું. આવી જ રીતે કારમાં પણ 12 લાખ આસપાસની કિંમતની 440 જેટલી કાર, જ્યારે 35 લાખની આસપાસની કિંમતની 25 કાર અને 70 લાખથી વધુની કિંમતની 25 જેટલી લક્ઝુરિયસ કારનું વેચાણ થયું. આ સિવાય 10 જેટલી ઈલેક્ટ્રિક કારોનું પણ વેચાણ દશેરાના દિવસે થયું હતું.
ADVERTISEMENT