ગાંધીનગર: આજે સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આજની કેબિનેટ બેઠકમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંગે જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજયમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. ફિટનેસ સેન્ટર માર્ચ 2023 સુધીમાં કાર્યરત કરાશે
ADVERTISEMENT
આજની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે જણાવતા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેસ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેસ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેસ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે.
કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ
વાહન સ્ક્રેપીંગ પોલીસી અંગે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી. સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેસ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેસ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે.
આ પણ વાંચો: જંત્રીને લઈ જાણો શું લેવાયો કેબિનેટ બેઠકમાં નિર્ણય? ઋષિકેશ પટેલે કરી જાહેરાત
ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની થઈ હતી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજ્ય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. આ પોલીસીથી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. તદુપરાંત આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT