શક્તિસિંહ રાજપૂત, અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળી પર્વને લઈને મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગુજરાતના અને દેશના એકાવન શક્તિપીઠ પૈકીના અંબાજી આદ્યશક્તિ પીઠ ખાતે 2022 દિવાળી પર્વ નિમિત્તે અંબાજી મંદિર પ્રથમ વખત લાઇટિંગ વિના સુનું જોવા મળી રહ્યુ હતું. આ બાબતના સમાચાર ગુજરાત તક દ્વારા દિવાળીના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે પડતર દિવસે રાત્રે લાઇટિંગ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અંબાજી મંદિરને ભાદરવી પર્વમાં અને નવરાત્રી પર્વમાં રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીમાં અંબાજી મંદિર પર લાઇટિંગ જોવા મળી ન હતી અને તેને અનુલક્ષીને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે પડતર દિવસે રાત્રિના સમયે મંદિર પરિસરમાં અને મંદિર પર લાઇટો શરૂ કરી હતી.
ગુજરાતના અને દેશના મોટા મોટા મંદિરોમાં દિવાળી પર્વ નિમિત્તે મંદિરો લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. અને અયોધ્યામાં પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ વખત અંબાજી મંદિર લાઇટિંગ વિના દિવાળીના દિવસે જોવા મળ્યુ હતું અને આજે રાત્રે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇટિંગ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટના ને લઈ ગુજરાત તકે આ અંગે નોંધ લીધી હતી અને જેના પડઘાને કારણે મંદિર પરિસર દ્વારા આજે લાઇટિંગ ગોઠવવાંમાં આવી છે.
ADVERTISEMENT