રોનક જાની, નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કાલે ચૂંટણીની આગલી રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થઈ ગયા હતા. જેના બાદ મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી મળી આવ્યા હતા. હુમલો થયો હોવાથી જંગલમાં સંતાયા હોવાનો કાંતિ ખરાડીએ જણાવ્યુ હતું આ મામલે હવે નવસારીના વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે આંદોલનની ચીમકી આપતા કહ્યું કે, કાંતિ ખરાડી પર હુમલો કરનારા હુમલાખોરો ન પકડાય તો આવતી કાલે ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે.
ADVERTISEMENT
એક તરફ બીજા તબક્કાની ચૂંટણી યોજવા માટે કલાકો ગણવામાં આવતી હતી ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી ગુમ થઈ ગયા હતા આ દરમિયાન તે મોદી રાત્રે મળી આવ્યા હતા. તેમણે ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા. હવે આ મામલે વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ મેદાને આવ્યા છે. અનંત પટેલે હુમલાને લઈ આંદોલનની ચીમકી આપી છે તેમણે કહ્યું કે દાંતાના કોંગી ઉમેદવાર પર હુમલો આદિવાસી અસ્મિતા પર હુમલો છે. કાંતિ ખરાડી પર હુમલો કરનારા હુમલાખોરો ન પકડાય તો આવતી કાલે ગુજરાતમાં આંદોલન થશે. આરોપીઓ ન પકડાય તો ગુજરાતમાં ચક્કાજામ કરવાની ચીમકી સોશિયલ મીડિયા મારફતે આપી છે.
ભાજપ પર લગાવ્યા હતા આ આરોપ
કોંગ્રેસના ઉમેદવાર અને દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી 2.5 કલાક બાદ જંગલથી મળી આવ્યા છે. કાંતિ ખરાડીનો મોટો આરોપ છે કે ભાજપના ઉમેદવાર લાધુ પારઘી અને તેમની સાથે એલકે બારડ, વદનસિંહે તલવાર વડે અમારા પર હુમલો કર્યો. અમારા વાહનો બામોદરા ચાર રસ્તેથી જતા હતા, ત્યારે ભાજપના ઉમેદવારે રસ્તામાં અવરોધો ઉભા કરી અમારો રસ્તો રોકી દીધો હતો, જેથી અમે અમારા વાહનો ફેરવીને જઈ રહ્યા હતા, ત્યારે તે બાજુથી વધુ લોકો આવીને અમારા પર હુમલો કર્યો. ત્યારબાદ અમે બધાએ અલગ-અલગ દોડીને અમારો જીવ બચાવ્યો.
ADVERTISEMENT