જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…

અમદાવાદઃ આગ લાગવાની ઘટનાને જોતા ફાયર વિભાગ સુપર એક્શનમોડમાં આવી ગયું છે. અગાઉ થોડા દિવસ પહેલા જ સાતમા માળ પર ફ્લેટમાં આગ લાગતા 17 વર્ષીય…

gujarattak
follow google news

અમદાવાદઃ આગ લાગવાની ઘટનાને જોતા ફાયર વિભાગ સુપર એક્શનમોડમાં આવી ગયું છે. અગાઉ થોડા દિવસ પહેલા જ સાતમા માળ પર ફ્લેટમાં આગ લાગતા 17 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રિપોર્ટ અનુસાર હજુ સુધી 608 એવી હાઈરાઈઝ બિલ્ડિંગો છે જેમાં ફાયર એનઓસી જ નથી. તેવામાં ટૂંક સમયની અંદર જ ફાયર એનઓસી નહીં હોય એવી સોસાયટીઓ સામે તંત્ર લાલ આંખ કરીને ઉભું રહી જશે. ફાયર એક્ટ પ્રમાણે જોવા જઈએ તો આ તમામ ફ્લેટોના પાણી, ગટર, વીજળી કનેક્શન કાપી નાખવામાં આવી શકે છે. એટલું જ નહીં ચેરમેન કે સેક્રેટરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા પણ મજંરી માગવામાં આવી છે. અત્યાર સુધીમાં અહેવાલો પ્રમાણે 24 એકમોની યાદી તો તૈયાર પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

ઉત્તરાયણ પછી કડક કાર્યવાહી હાથ ધરાશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફાયર એનઓસી વિના જેટલા પણ એકમો હશે તેના સામે કડક કાર્યવાહી થશે. એટલું જ નહીં 3થી વધુ વાર નોટિસ ફટકારવાની સાથે ઘણીવાર આ અંગે તેમને જાણ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. છતા આ એકમોએ ગંભીરતા ન દાખવી હોવાથી કડક કાર્યવાહી કરાઈ શકે છે. તેવામાં તહેવારના સમયગાળા પછી સોમવારથી કાર્યવાહી કરવા નિર્ણય.

સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સામે કડક પગલાં
મીડિયા અહેવાલો પ્રમાણે ફાયર એનઓસી વિના જેટલા પણ એકમો હશે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. આનાથી 20 હજારથી વધુ પરિવારોને અસર પહોંચી શકે છે. જો પાણી, ગટર, વીજળીના કનેક્શન કપાઈ જશે તો લોકોની તો હાલાકી થશે જ પરંતુ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની ઢીલી નીતિને જોતા કડક પગલા પણ ભરાઈ શકે છે. આનાશીત સેક્રેટરી અને ચેરમેનને જેલ પણ થઈ શકે છે.

    follow whatsapp