શક્તિસિંહ રાજપૂત, અંબાજી: ડિસેમ્બર મહિના ના અંતમાં શિયાળો જામી રહ્યો છે. દિવસે ને દિવસે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓને ફરવાનું પર્યટક સ્થળ આબુ ઠંડુબોળ થયું છે. આબુમાં તાપમાનનો પારો માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. ગત રાત્રિ આ સિઝનની સૌથી ઠંડી રાત્રિ હતી જ્યારે લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું.
ADVERTISEMENT
સિરોહી જિલ્લામાં શિયાળાનો તીવ્ર પ્રકોપ જોવા મળી રહ્યો છે. શિયાળાના પ્રકોપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન તપમાનના પારામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારથી શનિવાર સુધી જ્યાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે રવિવારે ઘટીને માઈનસ 0.5 થઈ ગયું હતું. સોમવારે, માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો અને તાપમાન -1 ડિગ્રી (માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન) નોંધાયું હતું.
-1 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટ આબુના મેદાનો, ખેતરો અને ફૂલો પર ઝાકળના ટીપાં થીજી ગયેલા જોવા મળ્યા હતા. પારો ગગડ્યા બાદ તેની અસર લોકોની દિનચર્યામાં જોવા મળી રહી છે. સ્થાનિક લોકો મોડે સુધી પોતાના ઘરમાં જ પુરાઈને રહ્યા છે. ત્યારે બીજી તરફ માઉન્ટ આબુના હવામાનનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ સવારે હોટલોમાંથી બહાર નીકળીને આ મોસમની મજા માણી રહ્યા છે. ઠંડીથી બચવા માટે તેઓ તાપણા અને ગરમ વાનગીઓનો સહારો લઈ તહદી થી રક્ષણ કરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં, માઉન્ટ આબુમાં ઘણીવાર બરફ જોવા મળે છે. તે જ સમયે, ગત રાત્રિ આ સિઝનની સૌથી ઠંડી રાત્રિ હતી જ્યારે લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું.
આબુ બન્યું બર્ફીસ્તાન
હાલમાં શિયાળાના મોસમમા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટઆબુમા ઠંડીનો ચમકારો વધતા ઠંડીએ જોર પકડયું છે. માઉન્ટઆબુમા બરફ બનવાના દ્રશ્યો વહેલી સવારે જોવા મળે છે. માઉન્ટઆબુમા શનિવારે તાપમાન માઈનસમા રહ્યું હતુ અને તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતુ. રવિવારે પણ તાપમાન માયનસ મા 0.5 પર નોંધાયું હતું. સોમવારે તાપમાન -1 નોંધાયું હતું. આમ માઉન્ટઆબુમા લોકો ઠંડીનો નજારો માણવા આવે છે. ગરમ કપડા પહેરીને આબુ હરવા ફરવા આવી રહ્યા છે .હાલમાં આબુ બર્ફીસ્તાન બન્યું છે.
ADVERTISEMENT