દિલ્હી: દિલ્હીમાં શિક્ષકોને વિદેશમાં ટ્રેનિંગ મુદ્દે કેજરીવાલ સરકાર અને એલ.જી વિનય સક્સેના ફરી એકવાર સામ સામે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર અને ઉપ રાજ્યપાલ વિનય સક્સેના પર ખૂબ નિશાન સાધ્યું. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, સમય સૌથી વધારે બળવાન હોય છે. આજે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, કાલે બદલાશે. કાલે ભગવાને ઈચ્છ્યું તો કેન્દ્રમાં અમારી સરકાર બનશે.
ADVERTISEMENT
‘કંઈપણ પરમેનન્ટ નથી’
કેજરીવાલે કહ્યું કે, સમયે ખૂબ બળવાન હોય છે. કંઈપણ પરમેનન્ટ નથી. આજે મારી સરકાર છે, કાલે નહીં હોય. આજે કેન્દ્રમાં તેમની સરકાર છે કાલે બદલાશે. કાલે ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે, દિલ્હીમાં અમારા LG હોય અને દિલ્હીમાં સરકાર ભાજપ કે કોંગ્રેસની હોય, પરંતુ અમારા LG કોઈને પરેશાન નહીં કરે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દુર્ભાગ્ય છે કે ભાજપના સાથી સદનમાં ઉપસ્થિત નથી. આ ચર્ચા દેશ અને દુનિયામાં થઈ રહી છે કે ચૂંટાયેલી સરકારનું ચાલવું જોઈએ અથવા કોઈ એક વ્યક્તિ વિશેષનું ચાલવું જોઈએ?
દિલ્હીના બાળકોને હું મારા બાળકો જેમ સમજું છું
તેમણે આગળ કહ્યું કે, હું દિલ્હીના બાળકોના મારા બાળકો હર્ષિતા અને પુલકિતની જેમ સમજુ છું. શિક્ષામાં સૌથી મોટું યોગદાન ટીચર્સ અને પ્રિન્સિપાલનું છે, તેમને મોટીવેટ કરવા માટે બેસ્ટ ટ્રેનિંગ અપાવી છે. હવે 30 ટીચર્સ અને પ્રિન્સિપાલને ફિનલેન્ડ ટ્રેનિંગ માટે જવાનું છે અને મુખ્યમંત્રી અને શિક્ષામંત્રીએ કહી દીધું તો આ પૂરતું હોવું જોઈએ, પરંતુ LG સાહેબે ફિનલેન્ડની ફાઈલ બે વખત આપત્તિ દર્શાવીને પાછી કરી દીધી.
ADVERTISEMENT