સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે જનતાને વધુ એક વાયદો કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવાના લેખિત દાવા કરવાની સાથે સરકારી કર્મચારીઓને મોટો વાયદો કર્યો હતો. કેજરીવાલે AAPની સરકાર બનતાની સાથે જ 31 જાન્યુઆરી સુધીમાં ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાનો વાયદો કર્યો હતો. તથા આની સાથે કોન્ટ્રાક્ટ કર્માચારીઓને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. જાણો વિગતવાર….
ADVERTISEMENT
સરકારી કર્મચારીઓને કેજરીવાલ આપશે ભેટ
કેજરીવાલે કહ્યું કે જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી ગઈ તો 31 જાન્યુઆરી સુધીમાં ઓલ્ડ પેન્શન સ્કિમ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં અમારી સરકાર બનતા જ અમે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં ઘણા અન્ય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે પોલીસના અન્ય શાખાનાં કર્મચારીઓ છે. ગ્રામ રક્ષકો, આંગણવાડી, આશા વર્કર છે. તેમની સાથે ઘણા કર્મચારીઓ પોસ્ટિંગ, પગાર વધારા સહિતના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેમની તમામ સમસ્યાનો ઉકેલ કેજરીવાલની સરકાર બન્યા પછી લાવવામાં આવશે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે જનતાની સેવા કરવા માટે અમે સરકારી કર્મચારીઓની માગ પૂરી કરીશું. કારણ કે સરકારી કર્મચારીઓ જે પાર્ટીથી ખુશ હોય તેની સરકાર બને છે, એવું નિવેદન અરવિંદ કેજરીવાલે આપ્યું હતું. રાજ્યમા તમામ કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓને કેજરીવાલે આમ આદમી પાર્ટીને મત આપવા ટકોર કરી હતી.
With Input: સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT