જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેના વિરોધ પ્રદર્શનમાં થયો IED બ્લાસ્ટ, 1 બાળકનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સોમવારે IED બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થઈ છે. જાણકારી મુજબ, જે વખતે આ…

gujarattak
follow google news

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સોમવારે IED બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થઈ છે. જાણકારી મુજબ, જે વખતે આ બ્લાસ્ટ થયો ત્યારે થયો જ્યારે રવિવારે થયેલા આતંકી હુમલા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. રવિવારે આંતંકીઓએ રાજૌરીમાં ચાર લોકો પર ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી. આ ફાયરિંગવાળી જગ્યા પાસે જ બ્લાસ્ટ થયો હતો. પોલીસે નજીકમાંથી જ વધુ એક IED જપ્ત કર્યો છે. સુરક્ષાદળોએ આસપાસના ઘરોમાં સર્ચિગ શરૂ કર્યું છે.

રવિવારે સાંજે આતંકીઓએ ઘરમાં ઘુસી પરિવાર પર હુમલો કર્યો
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં રવિવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકીવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 4 લોકોના મોત થઈ ગયા અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આધાર કાર્ડ માગી ઓળખ કરી પરિવાર પર હુમલો
જાણકારી મુજબ, આતંકીઓએ રાજૌરીના ધાંગરીમાં પહેલા પરિવાર પાસેથી આધાર કાર્ડ માગ્યું હતું. પછી તેમની ઓળખ કરીને ગોળીબાર કર્યો. જેમાં એક મહિલા અને એક બાળક સહિત હિન્દુ પરિવારના 7 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા અને 4 લોકોના મોત થઈ ગયા. હાલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

CRPFના બંકર પર પણ ગ્રેનેડ ફેંકાયો હતો
શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. જે રસ્તા પર ફૂટતા એક નાગરિક ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ સાંજે 7:45 વાગ્યાની આસપાસ મિર્ઝા કામિલ ચોક પાસે સીઆરપીએફના બંકર તરફ ગ્રેનેડ ફેંક્યો હતો. જે રસ્તા પર વિસ્ફોટ થયો હતો.

    follow whatsapp