અમદાવાદ: ICC વન-ડે વર્લ્ડકપ 2023ની આ વખતે મેજબાની ભારત કરી રહ્યું છે. ICC દ્વારા આ વર્લ્ડકપનું શેડ્યૂલ આજે જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપનું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડકપ ભારતમાં જ રમાશે. આ પહેલા ભારત 1987, 1996 અને 2011ના વર્લ્ડકપની સંયુક્ત મેજબાની કરી ચૂક્યું છે. મુંબઈમાં મંગળવારે 13મા વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જારી કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આટલી ટીમો વર્લ્ડ કપ રમશે, બે ટીમો ક્વોલિફાય થશે
આ વર્ષના વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. ભારત, યજમાન હોવાને કારણે, ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ 2020-23 ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. અન્ય બે ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે, જે હાલમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત આયર્લેન્ડ, નેપાળ, નેધરલેન્ડ, ઓમાન, સ્કોટલેન્ડ, યુએઈ, યુએસએ અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો ક્વોલિફાયરમાં ભાગ લઈ રહી છે.
ભારતીય ટીમનું વર્લ્ડકપ 2023 માટેનું શિડ્યૂલ:
ભારત vs ઓસી., 8 ઓક્ટોબર, ચેન્નઈ
ભારત vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણા
ભારત vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાળા
ભારત vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત vs ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ
ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગ્લુરુ
ADVERTISEMENT